April 1, 2026
ભારત

યુદ્ધ સંકટ વચ્ચે રાહત: ONGC એ 'દમણ અપસાઈડ પ્રોજેક્ટ' હેઠળ ગેસ ઉત્પાદન શરૂ કર્યું

08:19:00 PM
Save
Mar 30, 2026
Share :
<p><strong>યુદ્ધ સંકટ વચ્ચે રાહત: <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ONGC એ 'દમણ અપસાઈડ પ્રોજેક્ટ' હેઠળ ગેસ ઉત્પાદન શરૂ કર્યું</span></strong></p>

વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને અસ્થિરતાને કારણે ઉર્જા ક્ષેત્રે મોટા સંકટો ઊભા થયા છે. ખાસ કરીને કુદરતી ગેસની વધતી જતી જરૂરિયાત અને આયાત પરની નિર્ભરતા ઘટાડવી ભારત માટે અનિવાર્ય બની ગઈ છે. આવા સમયે સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવું એ માત્ર જરૂરિયાત નહીં પણ દેશના આર્થિક હિત માટે રક્ષણ સમાન છે.

વૈશ્વિક સ્તરે ગેસની અછત અને વધતા ભાવો વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશની અગ્રણી ઓઈલ અને ગેસ કંપની ONGC (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) એ તેના મહત્વાકાંક્ષી 'દમણ અપસાઈડ પ્રોજેક્ટ' હેઠળ કુદરતી ગેસનું વ્યાપારી ઉત્પાદન સફળતાપૂર્વક શરૂ કરી દીધું છે. આ પ્રોજેક્ટથી દેશના ઉદ્યોગો અને સ્થાનિક ગ્રાહકો માટે ગેસનો પુરવઠો વધુ સુદ્રઢ બનશે.

રૂપિયા 8,300 કરોડનો મેગા પ્રોજેક્ટ:

અંદાજે 8,300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ પ્રોજેક્ટ વિક્રમી સમયમાં પૂર્ણ કરવામાં આવ્યો છે. ONGC એ માત્ર 02 વર્ષથી પણ ઓછા ગાળામાં આ કામગીરી સંપન્ન કરી છે. ગઈકાલે પ્લેટફોર્મ B-12-24P પરથી ગેસનો પ્રવાહ શરૂ કરવામાં આવ્યો હતો, જે આ પ્રોજેક્ટની સફળતાનું પ્રથમ ચરણ છે.

ભૌગોલિક સ્થાન અને પ્રક્રિયા:

આ પ્રોજેક્ટ મુંબઈથી ઉત્તર-પશ્ચિમે લગભગ 180 કિમી અને ગુજરાતના પીપાવવ દરિયાકાંઠાથી દક્ષિણે આશરે 80 કિમી દૂર સમુદ્રમાં આવેલો છે. પ્લેટફોર્મ પરથી નીકળતો આ ગેસ પાઇપલાઇન મારફતે સુરતના હજીરા સ્થિત ONGC ના પ્લાન્ટમાં પ્રોસેસિંગ માટે મોકલવામાં આવશે. હજીરા પ્લાન્ટમાં શુદ્ધિકરણ બાદ આ ગેસને વિતરણ નેટવર્ક સાથે જોડવામાં આવશે.

ઉર્જા ક્ષેત્રે મોટી સિદ્ધિ:

યુદ્ધની સ્થિતિમાં જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના પુરવઠાને અસર પહોંચી રહી છે, ત્યારે આ પ્રોજેક્ટથી ભારતની આયાત નિર્ભરતા ઘટશે. સ્થાનિક સ્તરે ગેસનું ઉત્પાદન વધતા ખર્ચમાં ઘટાડો થશે અને દેશની ઉર્જા સુરક્ષા વધુ મજબૂત બનશે.