April 1, 2026
ભારત

ઉર્જા ક્ષેત્રે રાહતના સમાચાર : હોર્મુઝથી વધુ 4 જહાજો રવાના, LPGના ઉત્પાદનમાં 40% નો વધારો કરાયો

04:11:00 PM
Save
Mar 27, 2026
Share :
<p><strong>ઉર્જા ક્ષેત્રે રાહતના સમાચાર : <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">હોર્મુઝથી વધુ 4 જહાજો રવાના,</span> LPGના ઉત્પાદનમાં 40% નો વધારો કરાયો</strong></p>

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા પુરવઠો ખોરવાવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને હોર્મુઝ જળમાર્ગ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં તણાવ વધતા ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં ઉછાળો આવ્યો છે. આવી સ્થિતિમાં ભારતની ઉર્જા સુરક્ષાને લઈને ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે કેન્દ્ર સરકારે દેશવાસીઓને આશ્વસ્ત કર્યા છે કે ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો જાળવી રાખવા માટે મજબૂત બેકઅપ પ્લાન તૈયાર છે.

LPG પુરવઠા અંગે વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તાજેતરની પ્રેસ કોન્ફરન્સમાં દેશની સ્થિતિ અંગે મહત્વની વિગતો આપી છે. હોર્મુઝ જળમાર્ગેથી 4 જેટલા LPG ભરેલા જહાજો ભારત આવવા માટે રવાના થઈ ચૂક્યા છે, જે આગામી થોડા જ દિવસોમાં ભારતીય બંદરો પર પહોંચશે. દેશની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સ્થાનિક રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે, જેના પરિણામે ઘરેલું LPG ઉત્પાદનમાં 40% નો ધરખમ વધારો નોંધાયો છે.

ભારત સરકાર સતત ખાડી દેશોના સંપર્કમાં છે. વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ પેરિસમાં વિશ્વના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે, જેથી હોર્મુઝ જળમાર્ગમાં જહાજોની અવરજવર સુરક્ષિત રહી શકે.

ક્રૂડ ઓઈલના ભાવ અને સ્ટોકની સ્થિતિ

યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હોવા છતાં ભારત પાસે પૂરતો ભંડાર છે. મધ્ય-પૂર્વના તણાવને કારણે ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમત પ્રતિ બેરલ 70 ડૉલરથી વધીને સીધી 140 ડૉલર સુધી પહોંચી ગઈ છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઈંધણ કે ગેસની અછતની વાત માત્ર અફવા છે. ભારત પાસે આગામી 60 દિવસ એટલે કે 2 મહિના સુધી ચાલે તેટલો ક્રૂડ ઓઈલ અને ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજીને ઉર્જા સંકટ સામે લડવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી છે. ભારત અન્ય દેશો પાસેથી પણ તેલની ખરીદી માટે વિકલ્પો ચકાસી રહ્યું છે.

આમ, યુદ્ધના 28 દિવસ બાદ પણ ભારત પોતાની ઉર્જા જરૂરિયાતોને સુરક્ષિત રાખવામાં સફળ રહ્યું છે અને સરકાર કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે સજ્જ છે.