રિતેશ દેશમુખ લાવ્યા છત્રપતિ શિવાજી મહારાજની વીરગાથા, ‘રાજા શિવાજી’નું ટીઝર રિલીઝ
‘છાવા’માં સંભાજી મહારાજની વીરગાથા જોઈને દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. હવે છત્રપતિ શિવાજી મહારાજની અસલ વીર કહાની લઈને આવી રહ્યા છે રિતેશ દેશમુખ. તેઓ ફિલ્મ ‘રાજા શિવાજી’માં ના માત્ર ડિરેક્ટર છે, પરંતુ છત્રપતિ શિવાજી મહારાજનું મુખ્ય પાત્ર પણ ભજવી રહ્યા છે.
ફિલ્મનો પહેલો ટીઝર રિલીઝ થઈ ગયો છે, જે જોતાં જ રોમાંચ અને ગર્વથી રોંગટા ઊભા થઈ જાય છે. ટીઝર સંજય દત્તના મુઘલ સેનાના આક્રમક લુકથી શરૂ થાય છે. ત્યારબાદ મહેશ માંજરેકર, અભિષેક બચ્ચન (સંભાજીના રોલમાં) અને છેલ્લે રિતેશ દેશમુખ છત્રપતિ શિવાજી મહારાજ તરીકે ધમાકેદાર એન્ટ્રી આપે છે.
ફિલ્મમાં મોટા સ્ટાર્સની ભરમાર
જેનેલિયા ડિસુઝા — સાઈબાઈ (શિવાજી મહારાજની પત્ની)
વિદ્યા બાલન, ફરદીન ખાન, બોમન ઈરાની, ભાગ્યશ્રી, સચિન ખેડેકર, અમોલ ગુપ્તે
સલમાન ખાનનું સ્પેશિયલ કેમિયો (જીવા મહાલાના રોલમાં)
રિતેશ દેશમુખે પોતે સલમાન સાથે સેટ પરની તસવીર શેર કરી છે. ફિલ્મ 1 મે 2026ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મને રિતેશ દેશમુખ અને ‘ધુરંધર’ બનાવનાર જીઓ સ્ટુડિયોએ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે.
View this post on Instagram
મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની વીરતા, યુદ્ધકળા અને વ્યૂહરચનાને આ ફિલ્મમાં ભવ્ય રીતે દર્શાવવામાં આવી છે.