શું ‘નેશનલ ક્રશ’ રોહિત સરાફ પ્રતિભા રાન્ટાના પ્રેમમાં છે? વારંવાર સાથે દેખાતા અફવાઓને મળ્યું સમર્થન
મનોરંજન જગતમાં અત્યારે એક નવી જોડીના પ્રેમપ્રકરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે. 'લાપતા લેડીઝ' ફેમ અભિનેત્રી પ્રતિભા રાન્ટા અને 'નેશનલ ક્રશ' તરીકે જાણીતા એક્ટર રોહિત સરાફ રિલેશનશિપમાં હોવાની વાતો ફરી વહેતી થઈ છે. તાજેતરમાં બંને કલાકારો અનેક જાહેર કાર્યક્રમો અને ઇવેન્ટ્સમાં એકબીજાની સાથે જોવા મળતા તેમના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.બોલિવૂડ વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા અનુસાર, રોહિત અને પ્રતિભાને એકબીજાની કંપની ખૂબ જ ગમે છે. તેઓ અવારનવાર સેટની બહાર પણ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા નજરે પડે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને વચ્ચેની કેમિસ્ટ્રી માત્ર પ્રોફેશનલ જ નહીં પરંતુ પર્સનલ લાઈફમાં પણ ખૂબ જ શાનદાર જોવા મળી રહી છે. જોકે, હજુ સુધી આ બંને કલાકારોએ પોતાની રિલેશનશિપ વિશે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરી નથી. તેઓ જ્યારે પણ મીડિયા કે ઈન્ડસ્ટ્રીના અન્ય લોકોને મળે છે, ત્યારે એકબીજાની ઓળખાણ માત્ર 'ગાઢ મિત્રો' તરીકે જ આપી રહ્યા છે. પરંતુ તેમની બોડી લેંગ્વેજ અને વારંવારની મુલાકાતો કંઈક અલગ જ ઈશારો કરી રહી હોવાનું બોલિવૂડની ગલીઓમાં ચર્ચાઈ રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે, આ જોડી ટૂંક સમયમાં જ ઓન-સ્ક્રીન પણ સાથે જોવા મળવાની છે.
નિખિલ અડવાણીની જ આગામી વેબ સીરિઝ 'રિવોલ્યુશનરીઝ' માં પ્રતિભા અને રોહિત મુખ્ય ભૂમિકામાં દેખાશે. આ સીરિઝના શૂટિંગ દરમિયાન જ બંને વચ્ચે નિકટતા વધી હોવાનું મનાય છે.ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોહિત અને પ્રતિભાની જોડીને 'પરફેક્ટ કપલ' તરીકે જોવામાં આવી રહી છે. ફેન્સ સતત તેમના ફોટા પર કોમેન્ટ્સ કરીને પૂછી રહ્યા છે કે તેઓ ક્યારે પોતાના સંબંધોને ઓફિશિયલ કરશે.
રોહિત સરાફની વિશાળ ફીમેલ ફેન ફોલોઈંગ પણ આ સમાચારથી ચોંકી ઉઠી છે. હાલમાં તો પ્રતિભા રાન્ટા અને રોહિત સરાફ પોતાના કરિયરના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. જ્યાં એક તરફ પ્રતિભાએ તેની અભિનય ક્ષમતાથી સૌને પ્રભાવિત કર્યા છે, ત્યાં રોહિત યુવાનોમાં ભારે લોકપ્રિય છે. હવે જોવાનું એ રહેશે કે આ જોડી ક્યારે તેમના સંબંધો પર સત્તાવાર મહોર મારે છે કે પછી 'માત્ર મિત્ર' તરીકે જ રહેશે.