April 1, 2026
સ્પોર્ટ્સ

રહાણે-રઘુવંશીની ફિફ્ટી એળે ગઈ, રોહિત-રિકેલટોનની 148 રનની ભાગીદારીએ મુંબઈને જીત અપાવી

11:03:00 AM
Save
Mar 30, 2026
Share :
<p>રહાણે-રઘુવંશીની ફિફ્ટી એળે ગઈ, <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રોહિત-રિકેલટોનની 148 રનની ભાગીદારીએ મુંબઈને જીત અપાવી</strong></span></p>

આઈપીએલ 2026ની હાઈ-વોલ્ટેજ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 6 વિકેટે યાદગાર વિજય મેળવ્યો છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં KKR દ્વારા આપવામાં આવેલા 221 રનના વિશાળ લક્ષ્યાંકને મુંબઈએ માત્ર 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો. આ જીત સાથે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈએ સીઝનની ધમાકેદાર શરૂઆત કરી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 220 રનનો ડુંગર ખડક્યો હતો.

ઓપનિંગમાં આવેલા અજિંક્ય રહાણે અને અંગક્રિશ રઘુવંશીએ મુંબઈના બોલરો પર શરૂઆતથી જ પ્રહાર કર્યા હતા. રહાણેએ 40 બોલમાં 5 સિક્સ અને 4 ફોર સાથે 67 રન ફટકાર્યા હતા, જ્યારે રઘુવંશીએ 29 બોલમાં 2 સિક્સ અને 6 ફોર સાથે 51 રનનું યોગદાન આપ્યું હતું.ઓપનરોએ સેટ કરેલા પ્લેટફોર્મનો લાભ લેતા ફિન એલેને માત્ર 17 બોલમાં 37 રન અને રિંકુ સિંઘે 21 બોલમાં અણનમ 33 રન ફટકારી સ્કોરને 220 સુધી પહોંચાડ્યો હતો. કેમરોન ગ્રીને પણ 10 બોલમાં 18 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી.  KKRની રણનીતિ શરૂઆતથી જ આક્રમક રહી હતી, જેના કારણે મુંબઈના બોલરો દબાણમાં જોવા મળ્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બોલિંગમાં માત્ર શાર્દુલ ઠાકુર જ પ્રભાવ પાડી શક્યો હતો. તેણે પોતાની સ્પેલમાં મહત્વની 3 વિકેટ ઝડપીને KKRની રનગતિ પર અંકુશ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સુકાની હાર્દિક પંડ્યાએ 1 વિકેટ ઝડપી હતી, જ્યારે જસપ્રીત બુમરાહ સહિતના અન્ય તમામ મુખ્ય બોલરો વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા. 221 રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમને ઓપનર રોહિત શર્મા અને રાયન રિકેલટોને તોફાની શરૂઆત અપાવી હતી. બંને બેટરોએ મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી પ્રથમ વિકેટ માટે માત્ર 12.1 ઓવરમાં 148 રનની ઐતિહાસિક ભાગીદારી નોંધાવી હતી.

રાયન રિકેલટોને 43 બોલમાં 8 સિક્સ અને 4 ફોર સાથે 81 રન ફટકારી સ્ટેડિયમ ગજવી દીધું હતું.હિટમેન રોહિત શર્માએ આ મેચમાં બે મોટા વ્યક્તિગત રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. તેણે માત્ર 23 બોલમાં અર્ધશતક ફટકારીને 11 વર્ષ બાદ પોતાનો જ સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ તોડ્યો હતો. આ સાથે જ તે IPL ઈતિહાસમાં 50 વખત 50 પ્લસ સ્કોર કરનાર ચોથો બેટ્સમેન બન્યો છે, જેમાં તેની આગળ હવે માત્ર વિરાટ કોહલી, ડેવિડ વોર્નર અને શિખર ધવન છે. રોહિતે 38 બોલમાં 78 રન બનાવ્યા હતા.

રોહિત અને રાયન આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવ સસ્તામાં આઉટ થયો હતો, પરંતુ તિલક વર્માએ 20 રન અને હાર્દિક પંડ્યાએ અણનમ 18 રન બનાવી મેચને વિજયી અંત સુધી પહોંચાડી હતી. KKR તરફથી વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી અને સુનિલ નારેને 1-1 વિકેટ ઝડપી હતી, પરંતુ તેઓ મુંબઈની જીત રોકી શક્યા નહોતા. આ રોમાંચક જીત સાથે મુંબઈના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.