April 2, 2026
ગુજરાત

શબ્દ, સૂર અને સંવેદનાનો ત્રિવેણી સંગમ... આર.આર. શેઠ પબ્લિકેશન્સના 100 વર્ષ અને લોકકલાકારોનું ગૌરવગાન

04:28:00 PM
Save
Mar 29, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>શબ્દ, સૂર અને સંવેદનાનો ત્રિવેણી સંગમ... </strong></span>આર.આર. શેઠ પબ્લિકેશન્સના 100 વર્ષ અને લોકકલાકારોનું ગૌરવગાન</p>

ગુજરાતી સાહિત્ય જગતની પ્રતિષ્ઠિત સંસ્થા આર.આર. શેઠ પબ્લિકેશન્સના 100 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે અમદાવાદનું વસ્ત્રાપુર એમ્ફિથિયેટર એક અનેરી સાંસ્કૃતિક ચેતનાનું સાક્ષી બન્યું હતું. આ ગૌરવશાળી શતાબ્દી મહોત્સવ નિમિત્તે જાણીતા લેખક ડૉ. વિપુલ જાંબુચા લિખિત નવલકથા "જીવન આખ્યાન"નું સાહિત્ય અને સિનેમા જગતના માંધાતાઓની ઉપસ્થિતિમાં ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંચ પર ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારો અને કલાકારોએ પોતાની હાજરીથી કાર્યક્રમની ગરિમા વધારી હતી. પ્રખ્યાત નાટ્યકાર  મધુ રાય, દિગ્ગજ સાહિત્યકાર ડૉ. કેશુભાઈ દેસાઈ, રાહુલ શુક્લ, ડૉ. અનિલ ચૌહાણ અને ભાવિન પટેલજેવા સાહિત્યિક માંધાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી મમતા સોની, અભિનેતા મૌલિક ચૌહાણ અને પ્રકાશ મંડોરાએ પણ ખાસ હાજરી આપી કાર્યક્રમને આકર્ષક બનાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ડૉ. કેશુભાઈ દેસાઈએ આર.આર. શેઠ પબ્લિકેશન્સ અને ચિંતન શેઠને 100 વર્ષની સફળ સફર માટે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આર.આર. શેઠ પબ્લિકેશન્સ દ્વારા આ ઐતિહાસિક વર્ષમાં 'જીવન આખ્યાન' જેવી સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતી કૃતિનું પ્રકાશન ખરેખર પ્રશંસનીય છે. લુપ્ત થતી કલાઓને જીવંત રાખવામાં મહત્ત્વનો ફાળો આપશે. ડૉ. વિપુલ જાંબુચાની નવલકથા 'જીવન આખ્યાન' માત્ર એક સાહિત્યિક કૃતિ નથી, પરંતુ આપણી પરંપરાગત કલાઓ – આખ્યાન અને ભવાઈ – ને જીવંત રાખવા મથતા કલાકારોના જીવનનો જીવંત દસ્તાવેજ છે. આ પુસ્તકમાં કલાકારોના અથાગ પ્રયત્નો, સમર્પણ અને તેમની સામાજિક-આર્થિક વિટંબણાઓને અત્યંત સંવેદનશીલ રીતે વાચા આપવામાં આવી છે. ડિજિટલ યુગમાં નવી પેઢી પોતાની મૂળભૂત લોકકલાઓથી વિમુખ થઈ રહી છે, ત્યારે આ પુસ્તક દ્વારા એક સશક્ત સામાજિક સંદેશ વહેતો કરવામાં આવ્યો છે. ડૉ. વિપુલ જાંબુચાનો આ નમ્ર પ્રયાસ સમાજ અને સરકાર બંનેને આપણા 'સાંસ્કૃતિક યોદ્ધાઓ' પ્રત્યે જાગૃત કરવાનો છે, જેથી તેમને યોગ્ય માન્યતા અને મંચ મળી રહે. આર.આર. શેઠ પબ્લિકેશન્સના 100 વર્ષના ભવ્ય ઇતિહાસમાં આ પુસ્તક વિમોચન એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થયું છે. કાર્યક્રમના અંતે મોટી સંખ્યામાં ઉપસ્થિત સાહિત્યપ્રેમીઓએ આ પ્રયાસને બિરદાવ્યો હતો.