April 1, 2026
ભારત

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હંગામો: ખામનેઈના પોસ્ટર સાથે ઈઝરાયલ અને અમેરિકા વિરોધી નારેબાજી કરી

04:11:00 PM
Save
Mar 27, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હંગામો: </span>ખામનેઈના પોસ્ટર સાથે ઈઝરાયલ અને અમેરિકા વિરોધી નારેબાજી કરી</strong></p>

રાજકારણમાં ગરમાવો માત્ર સ્થાનિક પ્રશ્નોથી જ નહીં, પરંતુ ઘણીવાર આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોને કારણે પણ સર્જાતો હોય છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે જોવા મળેલો નજારો કંઈક આવો જ હતો, જ્યાં વિદેશી ધરતી પર ચાલતા સંઘર્ષની અસર ભારતીય રાજનીતિના પટલ પર સ્પષ્ટપણે દેખાઈ હતી.

વિધાનસભામાં હંગામો અને નારેબાજી

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ વાતાવરણ તંગ બની ગયું હતું. નેશનલ કોન્ફરન્સ (NC) અને પીડીપી (PDP) ના ધારાસભ્યોએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના મુદ્દે ગૃહના પરિસરમાં જોરદાર દેખાવો કર્યા હતા. પ્રદર્શનકારી ધારાસભ્યોના હાથમાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈની તસવીરો અને પોસ્ટરો જોવા મળ્યા હતા.

એનસી નેતા તનવીર સાદિકના નેતૃત્વમાં ધારાસભ્યો ગૃહની વચ્ચે (વેલમાં) ધસી આવ્યા હતા અને ઈઝરાયલ તેમજ અમેરિકા વિરુદ્ધ આકરા સૂત્રોચ્ચાર કર્યા હતા. હોબાળો એટલો વધી ગયો હતો કે ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કીના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે ગૃહની શાંતિ ખોરવાઈ હતી. વિરોધ કરી રહેલા નેતાઓએ ઈરાન પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને ઈઝરાયલી હુમલાઓની આકરા શબ્દોમાં ટીકા કરી તેને તાત્કાલિક રોકવાની માંગ કરી હતી.

આ વિરોધ પ્રદર્શનને કારણે વિધાનસભાની કામગીરીમાં ભારે વિક્ષેપ પડ્યો હતો અને શાસક તેમજ વિરોધ પક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી પણ જોવા મળી હતી.