સસ્પેન્સનો અંત, આ ચહેરાઓ અપાવશે ભાજપને જીત? સાબરકાંઠા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા....

ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે ગતરોજ એક અત્યંત મહત્વની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક મળી હતી, જેમાં ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ગણિત પર આખરી મહોર મારવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અને પક્ષના દિગ્ગજ નેતાઓની હાજરીમાં કલાકો સુધી ચાલેલી ગહન ચર્ચા-વિચારણાના અંતે સાબરકાંઠા જિલ્લા માટે ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ સાબરકાંઠા જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો માટે સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, જે પક્ષના મજબૂત ગઢને સાચવી રાખવા માટે મેદાનમાં ઉતરશે.
ચૂંટણીના આ ધમધમાટ વચ્ચે માત્ર જિલ્લા પંચાયત જ નહીં, પરંતુ તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે પણ પક્ષે પોતાના પત્તા ખોલી દીધા છે. હિંમતનગર, તલોદ, ઇડર, ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી, પ્રાંતિજ અને પોષીના જેવી મહત્વની તાલુકા પંચાયતોમાં પક્ષે નવા અને જૂના ચહેરાઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. સાથોસાથ હિંમતનગર, વડાલી અને ઇડર જેવી અગત્યની નગરપાલિકાઓ માટે પણ ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે. ‘કમલમ’ ખાતે લેવાયેલા આ નિર્ણયો બાદ હવે તમામ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે પ્રચારના મેદાનમાં ઉતરી જશે. ભાજપ દ્વારા વહેલી તકે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવતા અન્ય રાજકીય પક્ષોમાં પણ દોડધામ મચી ગઈ છે અને સ્થાનિક સ્તરે હવે ચૂંટણીનો જંગ ખરાખરીનો બનશે તે નક્કી છે.
જુઓ સંપૂર્ણ યાદી...
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15