April 1, 2026
બોલિવૂડ

સલમાન ખાનનો કમબેક પ્લાન: 2027ની ઈદ પર સલમાન ખાનની કઈ ફિલ્મ આવશે?

11:57:00 AM
Save
Mar 21, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સલમાન ખાનનો કમબેક પ્લાન:</strong></span> 2027ની ઈદ પર સલમાન ખાનની કઈ ફિલ્મ આવશે?</p>

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને પોતાની ફેવરિટ રિલીઝ વિન્ડો એટલે કે 'ઈદ' પર ફરી એકવાર કબજો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2026ની ઈદ પર સલમાનની કોઈ ફિલ્મ રિલીઝ થઈ રહી નથી, પરંતુ તાજેતરના અહેવાલો મુજબ, ભાઈજાને ઈદ 2027 માટે અત્યારથી જ મોટો પ્લાન તૈયાર કરી લીધો છે. સલમાન ખાન હાલમાં સાઉથના જાણીતા પ્રોડ્યુસર દિલ રાજૂ અને નેશનલ એવોર્ડ વિનર ડાયરેક્ટર વામશી પેડિપલ્લી સાથે ફિલ્મ માટે ગંભીર ચર્ચાઓ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આગામી પ્રોજેક્ટ એક હાઈ-વોલ્ટેજ એક્શન ડ્રામા હશે.

ફિલ્મમાં સલમાન ખાનનું પાત્ર તેના ચાહકોને જે અંદાજમાં પસંદ છે તે રીતે જ 'પ્લેઈંગ ટુ ધ ગેલેરી' પ્રકારનું હશે. વામશી પેડિપલ્લી આ ફિલ્મમાં સલમાનને એક નવા અવતારમાં રજૂ કરવાનું આયોજન કરી રહ્યા છે, જે તેના અગાઉના પાત્રો કરતા અલગ હશે. આ ફિલ્મ અત્યારે પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે. જો બધું જ પ્લાનિંગ મુજબ ચાલશે, તો એપ્રિલ 2026માં ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શકે છે. આ ફિલ્મમાં વિઝ્યુઅલ ઈફેક્ટ્સનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવશે, જેના કારણે પોસ્ટ-પ્રોડક્શન માટે વધુ સમયની જરૂર પડશે.

મેકર્સનો ટાર્ગેટ આ ફિલ્મને ઈદ 2027ના રોજ સિનેમાઘરોમાં લાવવાનો છે.ઉલ્લેખનીય છે કે, 2025ની ઈદ પર રિલીઝ થયેલી સલમાનની ફિલ્મ 'સિકંદર' બોક્સ ઓફિસ પર ધારી સફળતા મેળવી શકી ન હતી અને પ્રેક્ષકોએ તેને નકારી કાઢી હતી. 'સિકંદર' ની નિષ્ફળતા બાદ સલમાન હવે સ્ક્રિપ્ટ અને પ્રોડક્શનની પસંદગીમાં ખૂબ જ સાવચેતી રાખી રહ્યો છે. દિલ રાજૂ અને વામશીની જોડી સાથે તે ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાકેદાર વાપસી કરવા માટે ઉત્સુક છે.