April 8, 2026
બોલિવૂડ

સલમાન ખાનને હાઈકોર્ટનું 'અભયદાન': પાન મસાલા એડ વિવાદમાં જામીની વોરંટ પર રોક, કોર્ટમાં હાજર થવામાંથી મુક્તિ

01:27:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સલમાન ખાનને હાઈકોર્ટનું 'અભયદાન': </strong></span>પાન મસાલા એડ વિવાદમાં જામીની વોરંટ પર રોક, કોર્ટમાં હાજર થવામાંથી મુક્તિ</p>

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને પાન મસાલાની કથિત ભ્રામક જાહેરાતના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટ અને નેશનલ કન્સ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન તરફથી મોટી કાયદાકીય રાહત મળી છે. જયપુર જિલ્લા ગ્રાહક આયોગ-II દ્વારા જારી કરવામાં આવેલા જામીની વોરંટ પર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે, જેના કારણે હવે સલમાન ખાન પરથી ધરપકડનું સંકટ ટળ્યું છે.પાન મસાલાની જાહેરાત દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાના આક્ષેપ સાથે સલમાન ખાન વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની કલમ 72 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ મામલે નીચલી અદાલતે સલમાન ખાનને 13 એપ્રિલ, 2026ના રોજ વ્યક્તિગત રીતે હાજર થવા આદેશ આપ્યો હતો અને ગેરહાજર રહેવા બદલ ધરપકડ વોરંટની ચેતવણી આપી હતી. જસ્ટિસ અનૂપ સિંઘીની બેન્ચે સલમાન ખાનની અરજી પર સુનાવણી કરતા નીચલી અદાલતના આદેશ પર સ્ટે આપ્યો છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ હવે સલમાન ખાનને 13 એપ્રિલે કોર્ટમાં હાજર થવાની જરૂર રહેશે નહીં. બીજી તરફ, NCDRCની બેન્ચે પણ આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ વચગાળાની રાહત આપી છે.

ફરિયાદકર્તાના વકીલ યોગેન્દ્ર સિંહ બડિયાલની દલીલો અને કાયદાકીય પાસાઓને ધ્યાને રાખી હવે આ કેસની આગામી સુનાવણી 15 એપ્રિલ, 2026 ના રોજ નિયત કરવામાં આવી છે. ત્યાં સુધી સલમાન ખાન વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી કરી શકાશે નહીં. કાયદાકીય ગૂંચવણો વચ્ચે સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ’ (જેનું અગાઉનું નામ ‘બેટલ ઓફ ગલવાન’ હતું) ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત, તેમણે સાઉથના નિર્માતા દિલ રાજુ સાથે એક હાઈ-ઓક્ટેન એક્શન ફિલ્મની જાહેરાત કરી છે, જેમાં લેડી સુપરસ્ટાર નયનતારા તેમની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.