સાઉથ તરફ વળ્યા સલમાન ખાન, ડિરેક્ટર વામ્શી પૈદિપલ્લી સાથે કરી નવી ફિલ્મ, એપ્રિલથી શરૂ થશે શૂટિંગ
બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન હવે સાઉથ સિનેમા સાથે મોટુ કોલાબ્રેશન કરવા જઈ રહ્યા છે. તેમણે તેલુગુના પ્રસિદ્ધ ડિરેક્ટર વામ્શી પૈદિપલ્લી અને પ્રોડ્યુસર દિલ રાજુ સાથે નવી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.
સલમાને આ વાતની પુષ્ટિ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કરી છે. તેમણે લખ્યું, “દિલ, દિમાગ, જિગરથી... આ એપ્રિલથી વામ્શી પૈદિપલ્લી અને દિલ રાજુ સાથે.” પ્રોડક્શન હાઉસ શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સે પણ આ કોલેબોરેશનની જાણકારી આપીને ખુશી વ્યક્ત કરી છે.
આ ફિલ્મ કેટલી ખાસ છે?
વામ્શી પૈદિપલ્લી તેલુગુ સિનેમાના સફળ ડિરેક્ટર છે. તેમણે અત્યાર સુધીમાં થલપતિ વિજય, પ્રભાસ, રામ ચરણ, મહેશ બાબુ, જુનિયર એનટીઆર અને અલ્લુ અર્જુન જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચૂક્યા છે. તેમની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ છે. આવા ડિરેક્ટર સાથે સલમાન ખાનનું જોડાણ ફેન્સ માટે ખૂબ જ એક્સાઈટિંગ છે.
View this post on Instagram
સલમાન આ ફિલ્મની શૂટિંગ આવતા મહિને એપ્રિલથી શરૂ કરશે. આ ફિલ્મ તેમની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ પછી રિલીઝ થશે.
‘માતૃભૂમિ’ ફિલ્મની રિલીઝ તારીખ પર અપડેટ
સલમાનની ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ને અગાઉ 17 એપ્રિલે રિલીઝ કરવાની યોજના હતી, પરંતુ કેટલાક કારણોસર તેને મુલતવી રાખવામાં આવી છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. રિલીઝ તારીખની આધિકારિક જાહેરાત ટૂંક સમયમાં થવાની સંભાવના છે.
ફેન્સ આ નવા પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. સલમાન ખાનની આ ફિલ્મ સાઉથ અને નોર્થ સિનેમાના મોટા ક્રોસઓવર પ્રોજેક્ટ તરીકે જોવામાં આવી રહી છે.