April 3, 2026
બોલિવૂડ

સાઉથના ડિરેક્ટર વામસી સાથેની એક્શન ડ્રામા ફિલ્મની ફી સલમાન ખાને છોડી, નયનતારાએ વસૂલ કરી 10 કરોડની રકમ

11:38:00 AM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">સાઉથના ડિરેક્ટર વામસી સાથેની એક્શન ડ્રામા ફિલ્મની ફી સલમાન ખાને છોડી</span>, નયનતારાએ વસૂલ કરી 10 કરોડની રકમ</p>

સલમાન ખાન અને નયનતારાની જોડી પહેલી વખત પરદે પર જોવા માટે ફેન્સમાં ભારે ઉત્સુકતા છે. દિલ રાજુના પ્રોડક્શનમાં બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન વામ્શી પેડિપલ્લી સંભાળી રહ્યા છે. આ હાઈ-ઓક્ટેન એક્શન ડ્રામા પેન-ઈન્ડિયા લેવલની મોટી ફિલ્મ હોવાની ચર્ચા છે.

ફિલ્મના બોક્સ ઓફિસ પર્ફોર્મન્સ પર જ સલમાનની આવક નક્કી થશે
રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાને આ ફિલ્મ માટે પોતાની રેગ્યુલર ફી લેવાનો ઇન્કાર કરી દીધો છે. તેમણે પ્રોફિટ શેરિંગ મોડેલ પસંદ કર્યું છે એટલે કે ફિલ્મની સફળતા પર જ તેમની કમાણી આધારિત રહેશે. ફિલ્મના બોક્સ ઓફિસ પર્ફોર્મન્સ પર જ સલમાનની આવક નક્કી થશે. તેમના પ્રોફિટ શેરની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.

નયનતારાએ 10 કરોડની રકમ વસૂલી
બીજી તરફ, સાઉથની સુપરસ્ટાર નયનતારાએ સલમાન ખાનની વિરુદ્ધ ભૂમિકા ભજવવા માટે મોટી રકમ વસૂલ કરી છે. અહેવાલો મુજબ નયનતારાએ આ ફિલ્મ માટે લગભગ 10 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. આ રકમ સાંભળીને ઘણા લોકોના હોશ ઉડી જાય એવી છે. નોંધનીય છે કે આ અહેવાલો હજુ સુધી મેકર્સ તરફથી આધિકારિક રીતે કન્ફર્મ થયા નથી. તેમ છતાં, ઉદ્યોગમાં આ વાતો ખૂબ જ ચર્ચામાં છે.

સલમાને ડાયરેક્ટર સાથે શેર કરી ફોટો
30 માર્ચે સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટર વામ્શી પેડિપલ્લી સાથેની એક ફોટો શેર કરી હતી. કેપ્શનમાં તેમણે લખ્યું હતું: “દિલ-દિમાગ, જિગર સે… આ અપ્રિલથી ડાયરેક્ટર વામ્શી, દિલ રાજુ, શ્રીરિષ સાથે રહીશ.” પ્રોડક્શન હાઉસે પણ આ કોલેબોરેશનની પુષ્ટિ કરી છે. ફિલ્મનું શૂટિંગ આપ્રિલ 2026થી શરૂ થવાનું છે.

ફિલ્મ વિશે
આ અનટાઈટલ્ડ ફિલ્મ (SVC63) એક હાઈ-ઓક્ટેન એક્શન ડ્રામા છે. વામ્શી પેડિપલ્લી બોલિવુડમાં આ પહેલું પ્રોજેક્ટ છે. દિલ રાજુના પ્રોડક્શનમાં બની રહેલી આ ફિલ્મનું બજેટ 150થી 200 કરોડની આસપાસ હોવાની અપેક્ષા છે. ફિલ્મ 2027માં ઈદ પર રિલીઝ થવાની સંભાવના છે.

સલમાન ખાન હાલમાં અપૂર્વ લખિયાની વોર ડ્રામા ફિલ્મ માતૃભૂમિ (પહેલાં બેટલ ઓફ ગલવાન)ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેમની સાથે ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં છે. સલમાન અને નયનતારાની જોડીને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે. આ ફિલ્મ બંનેની કારકિર્દીમાં એક મોટું માઈલસ્ટોન સાબિત થઈ શકે છે.