April 10, 2026
બોલિવૂડ

અનંત અંબાણીના 30મા જન્મદિવસે સલમાન ખાનની પોસ્ટ, ફોટા-વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

 

02:59:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);">અનંત અંબાણીના 30મા જન્મદિવસે સલમાન ખાનની પોસ્ટ, </span>ફોટા-વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ</strong></p>
<p>&nbsp;</p>

બોલિવૂડ સ્ટાર સલમાન ખાને અનંત અંબાણીને તેમના 30મા જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. સલમાન ખાનની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે અને ચાહકો તેના સ્નેહપૂર્ણ સંદેશની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. બીજી તરફ, જામનગરમાં દેશ-વિદેશની અનેક હસ્તીઓની હાજરીમાં અનંત અંબાણીનો જન્મદિવસ અત્યંત ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.

સલમાન ખાનનો અનંત માટે સ્નેહપૂર્ણ સંદેશ

સલમાન ખાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અનંત અંબાણી સાથે હળવી પળો માણતો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોની સાથે આપેલા કેપ્શને સૌનું ધ્યાન ખેંચ્યું છે. સલમાને લખ્યું છે કે, જો તમારી યાદશક્તિ નબળી છે, તો તેને લખી લો... આ માણસ દેશને ઊંચો કરશે... મારા નાના ભાઈ અનંત... હૃદય અને મનનો, શુદ્ધ આત્માનો અંબાણી. આ ઉપરાંત અગાઉ એક દિવસ પહેલા પણ સલમાન ખાને અનંતને શુભેચ્છા પાઠવતા તેને સૌથી નિઃસ્વાર્થ અને દયાળુ વ્યક્તિ ગણાવ્યો હતો.

જામનગરમાં મુકેશ અને નીતા અંબાણી દ્વારા ભવ્ય આયોજન

અનંત અંબાણી 30 વર્ષના થતાં તેમના માતા-પિતા નીતા અંબાણી અને મુકેશ અંબાણી દ્વારા જામનગરમાં એક વિશેષ અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર અંબાણી પરિવારના ખૂબ નજીક હોવાથી, આ ઉજવણી પણ સ્થાનિક સંસ્કૃતિ અને ભવ્યતાના સંગમ સમાન બની રહી છે.

બોલિવૂડ અને સાઉથના સ્ટાર્સનો જમાવડો

આ ભવ્ય જન્મદિવસની પાર્ટીમાં ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક દિગ્ગજ સિતારાઓએ હાજરી આપી છે. કાર્યક્રમમાં શાહરૂખ ખાન, ગૌરી ખાન, રણવીર સિંહ, મેગાપાવર સ્ટાર રામ ચરણ, બોની કપૂર, અનન્યા પાંડે, શનાયા કપૂર અને અગસ્ત્ય નંદા સહિતની નામાંકિત હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.