April 4, 2026
રાજનીતિ

AAPમાં રાઘવ ચઢ્ઢા વિરુદ્ધ 'સમોસા વોર': શું ખરેખર નાસ્તાના ભાવ મુદ્દે જ ફાટા પડ્યા કે પછી સ્ટોરી કંઈક બીજી જ છે?

12:10:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>AAPમાં રાઘવ ચઢ્ઢા વિરુદ્ધ 'સમોસા વોર': </strong></span>શું ખરેખર નાસ્તાના ભાવ મુદ્દે જ ફાટા પડ્યા કે પછી સ્ટોરી કંઈક બીજી જ છે?</p>

આમ આદમી પાર્ટીના પોસ્ટર બોય ગણાતા રાઘવ ચઢ્ઢા અત્યારે પોતાની જ પાર્ટીમાં એકલવાયા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. પાર્ટી હાઈકમાન્ડે તેમને રાજ્યસભામાં ઉપનેતાના પદ પરથી હટાવી દીધા છે અને તેમની જગ્યાએ પંજાબના ઉદ્યોગપતિ અશોક મિત્તલની વરણી કરી છે. આ નિર્ણય સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે કેજરીવાલના ક્યારેક સૌથી નજીક ગણાતા રાઘવ હવે પક્ષમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આતિશી અને સૌરભ ભારદ્વાજે રાઘવ ચઢ્ઢા વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.

આતિશીએ આરોપ લગાવ્યો છે કે જ્યારે આખું વિપક્ષી ગઠબંધન લોકશાહી બચાવવા માટે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવ્યું હતું, ત્યારે રાઘવે તેના પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કરી દીધો હતો. આતિશીના મતે રાઘવ ભાજપ અને પીએમ મોદીના ડરથી ગંભીર મુદ્દાઓ પર મૌન સેવી રહ્યા છે. સૌરભ ભારદ્વાજે રાઘવ ચઢ્ઢાની ગંભીરતા પર સવાલ ઉઠાવતા 'સમોસા વિવાદ'નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કટાક્ષ કર્યો કે જ્યારે દેશ મોંઘવારી અને બેરોજગારી જેવા પ્રશ્નોથી ઝઝૂમી રહ્યો છે, ત્યારે રાઘવ એરપોર્ટ પર સમોસાની કિંમત અને જ્યુસના પેકેટ જેવા સામાન્ય મુદ્દાઓ પર સોશિયલ મીડિયા પર PR કરવામાં વ્યસ્ત છે.

પાર્ટીને લાગે છે કે રાઘવ જનતાના પાયાના પ્રશ્નોને બદલે પોતાની ઈમેજ ચમકાવવામાં વધુ રસ ધરાવે છે. રાઘવ વિરુદ્ધ સૌથી મોટી નારાજગી તેમની ગેરહાજરીને લઈને છે. જ્યારે 2024માં અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ ત્યારે રાઘવ આંખના ઓપરેશનના બહાને લંડનમાં હતા. આતિશીએ આકરા શબ્દોમાં સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે પાર્ટીના કાર્યકરો રસ્તા પર લાઠીઓ ખાતા હતા, ત્યારે રાઘવ જેલના ડરથી વિદેશમાં કેમ છુપાયેલા હતા? માર્ચ 2026માં કેજરીવાલની મુક્તિ બાદ યોજાયેલી મોટી રેલીમાં પણ તેમની ગેરહાજરીએ વિવાદમાં ઘી હોમ્યું હતું.

2022માં પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ રાઘવ ચઢ્ઢાનો દબદબો એટલો હતો કે તેમને 'સુપર સીએમ' કહેવામાં આવતા હતા. જોકે, 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના નબળા દેખાવ બાદ સમીકરણો બદલાયા છે. કેજરીવાલ અને સિસોદિયાએ પંજાબ પર પોતાનું નિયંત્રણ મજબૂત કરતા રાઘવની ભૂમિકા સતત ઘટતી ગઈ છે, જે હવે પદ પરથી હટાવવા સુધી પહોંચી છે. શું રાઘવ ચઢ્ઢા હવે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાશે? આ સવાલ અત્યારે દિલ્હીના રાજકારણમાં ટોપ ઓફ ધ ટાઉન છે.