April 7, 2026
ક્રાઈમ

લો બોલો! હવે ખેતરની ઓરડીઓ બની ડ્રગ્સના અડ્ડા : સાણંદના લોદરીયાળમાં ખેતરની ઓરડીમાંથી લાખોનું ડ્રગ્સ ઝડપાયું... 

01:05:00 PM
Save
Apr 7, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>લો બોલો! હવે ખેતરની ઓરડીઓ બની ડ્રગ્સના અડ્ડા :</strong></span> સાણંદના લોદરીયાળમાં ખેતરની ઓરડીમાંથી લાખોનું ડ્રગ્સ ઝડપાયું... </p>

અમદાવાદ ગ્રામ્ય પોલીસ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે, ખાસ કરીને યુવાધનને બરબાદ કરતા નશાના સોદાગરો સામે પોલીસે લાલ આંખ કરી છે. સાણંદ તાલુકાના લોદરીયાળ ગામમાં ડ્રગ્સનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી મળતા અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી. (SOG) દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લાંબા સમયથી ચાલી રહેલા આ કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કરીને નશાની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી સાણંદ પંથકમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર મોટો પ્રહાર થયો છે.

ખેતરની ઓરડીમાં ચાલતું હતું ડ્રગ્સનું વેચાણ
આ સમગ્ર કાર્યવાહીની વિગતો મુજબ, અમદાવાદ ગ્રામ્ય SOGના PI એસ.એન. રામાણી અને તેમની ટીમને બાતમી મળી હતી કે સાણંદના ડેલાવાસ વિસ્તારમાં આવેલા એક ખેતરની ઓરડીમાં નશાનો વેપાર ચાલી રહ્યો છે. પોલીસની ટીમે આયોજનબદ્ધ રીતે દરોડો પાડતા નરેશ ઉર્ફે ગોપાલ કોળી પટેલ નામનો શખ્સ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ આરોપી ખેતરની ઓરડીને આશ્રયસ્થાન બનાવીને ત્યાંથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ (MD)નો જથ્થો સંગ્રહ કરતો હતો અને છૂટક વેચાણ કરીને યુવાનોને નશાના રવાડે ચઢાવતો હતો.

મુદ્દામાલ અને પોલીસની કડક કાર્યવાહી
પોલીસના આ દરોડા દરમિયાન ઓરડીમાંથી કુલ 64 ગ્રામ જેટલું કિંમતી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે, જેની બજાર કિંમત અંદાજે 1 લાખ 92 હજાર રૂપિયા જેટલી આંકવામાં આવી છે. માત્ર ડ્રગ્સ જ નહીં, પરંતુ પોલીસે સ્થળ પરથી ડ્રગ્સ માપવા માટેનો ડિજિટલ વજન કાંટો, મોબાઈલ ફોન અને ડ્રગ્સના નાના પેકેટ્સ બનાવવા માટેનું પેકિંગ મટીરીયલ પણ જપ્ત કર્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ કાળા કારોબારમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે.