April 10, 2026
બોલિવૂડ

શું સારા અર્જુન મધુબાલાના પાત્રને ન્યાય આપી શકશે? અટકળો શરૂ

12:02:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>શું સારા અર્જુન મધુબાલાના </strong></span>પાત્રને ન્યાય આપી શકશે? અટકળો શરૂ</p>

ભારતીય સિનેમાના સુવર્ણ યુગની સૌથી સુંદર અભિનેત્રી મધુબાલાની બાયોપિક ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કોણ ભજવશે તે વિશે અવારનવાર નવી અટકળો વહેતી થતી હોય છે. હવે આ યાદીમાં નવું અને આશ્ચર્યજનક નામ ‘ધુરંધર’ ફેમ અભિનેત્રી સારા અર્જુનનું ઉમેરાયું છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મની સફળતા બાદ સારા અર્જુન રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ છે. તેની એક્ટિંગ અને સ્ક્રીન પ્રેઝન્સ જોઈને મેકર્સ તેને મધુબાલાના આઈકોનિક પાત્ર માટે યોગ્ય માની રહ્યા હોવાનું સંભળાય છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ભવ્ય બાયોપિક સંજય લીલા ભણશાળીના પ્રોડક્શન હેઠળ બનવાની તૈયારીમાં છે. ભણશાળી તેમની ફિલ્મોમાં ભવ્યતા અને સુંદરતા માટે જાણીતા છે, તેથી મધુબાલાના પાત્ર માટે તેઓ ખૂબ જ ઝીણવટપૂર્વક કાસ્ટિંગ કરી રહ્યા છે અને સારા અર્જુન પર તેમની પસંદગી ઉતરી શકે છે. નોંધનીય છે કે આ કોઈ પહેલીવાર નથી જ્યારે કોઈ હિરોઈનનું નામ મધુબાલાના રોલ માટે ચર્ચાયું હોય. આ અગાઉ ક્રિતી સેનોન, તૃપ્તિ ડિમરી, કિયારા અડવાણી અને સાઈ પલ્લવી જેવી જાણીતી અભિનેત્રીઓના નામ પણ આ રેસમાં હોવાનું કહેવાતું હતું, પરંતુ હજુ સુધી કોઈના નામ પર મહોર લાગી નથી. જોકે, અત્યાર સુધી આ માત્ર અફવા અને અટકળો જ સાબિત થઈ રહી છે.

ફિલ્મ નિર્માતાઓ કે સારા અર્જુનની ટીમ દ્વારા કોઈ પણ પ્રકારનું સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. બોલિવૂડમાં હાલમાં આ સમાચાર માત્ર ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યા છે. મધુબાલાનું પાત્ર ભજવવું એ કોઈપણ અભિનેત્રી માટે ગર્વની સાથે મોટી જવાબદારી પણ છે. મધુબાલાની સુંદરતા, તેમની અદાઓ અને તેમના જીવનના સંઘર્ષને પડદા પર ઉતારવો એ સારા અર્જુન માટે કારકિર્દીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયુવેગે પ્રસરતા ચાહકોમાં બે ભાગ જોવા મળી રહ્યા છે.

કેટલાક લોકો માને છે કે સારા અર્જુન આ રોલ માટે એકદમ ફ્રેશ ચહેરો છે, જ્યારે કેટલાક જૂની અભિનેત્રીઓને આ રોલમાં જોવા ઈચ્છે છે. હવે જોવાનું એ રહેશે કે આખરે કોના નસીબમાં ‘વિનસ ઓફ ઈન્ડિયન સિનેમા’ બનવાનું લખાયું છે.