April 1, 2026
બોલિવૂડ

નેટફ્લિક્સ પર ધમાકો કરવા તૈયાર છે 7 વર્ષ જૂની ક્રાઇમ થ્રિલરની સિક્વલ, પોસ્ટર શેર કર્યું

03:19:00 PM
Save
Mar 26, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">નેટફ્લિક્સ પર ધમાકો કરવા તૈયાર છે 7 વર્ષ જૂની ક્રાઇમ થ્રિલરની સિક્વલ, </span>પોસ્ટર શેર કર્યું</p>

મુખર્જી (Rani Mukerji) અભિનીત હિટ કોપ થ્રિલર ફિલ્મ મર્દાનીની ત્રીજી ઇન્સ્ટોલમેન્ટ મર્દાની ૩ હવે થિયેટર પછી ઓટીટી પ્લેટફોર્મ પર આવી રહી છે. 30 જાન્યુઆરી, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેણે તગડી કમાણી પણ કરી હતી.

ક્રિમિનલ્સના ખરાબ દિવસો શરૂ થયા
નેટફ્લિક્સે આજે ઔફિશિયલી જાહેરાત કરી છે કે મર્દાની-3 27 માર્ચ, 2026થી તેના પ્લેટફોર્મ પર સ્ટ્રીમિંગ થશે. પોસ્ટર શેર કરતાં નેટફ્લિક્સે લખ્યું છે – “ક્રિમિનલ્સના ખરાબ દિવસો શરૂ થયા. શેરણી શિકાર કરવા આવી રહી છે. જુઓ મર્દાની-3 નેટફ્લિક્સ પર.”

93 યુવતીઓના કેસની તપાસ કરવાની જવાબદારી શિવાની પર આવે છે
ફિલ્મમાં રાની મુખર્જીએ ફરી એક વખત બોલ્ડ અને ફિયરલેસ પોલીસ ઓફિસર શિવાની શિવાજી રાયનું પાત્ર ભજવ્યું છે. આ વખતે તેઓ એક એવા ગેંગને એક્સપોઝ કરે છે જે માસૂમ યુવતીઓની તસ્કરી કરે છે. ફિલ્મમાં ત્રણ મહિનામાં રહસ્યમય રીતે લાપતા થયેલી 93 યુવતીઓના કેસની તપાસ કરવાની જવાબદારી શિવાની પર આવે છે.

વીકેન્ડ માટે પર્ફેક્ટ વોચ મળી ગઈ
ફિલ્મનું નિર્દેશન અભિરાજ મીનાવાલાએ કર્યું છે અને તે યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ આદિત્ય ચોપડા દ્વારા નિર્મિત છે. મર્દાની 2 (2019)નો આ સિક્વલ છે. ફિલ્મમાં રાની મુખર્જી સાથે જાનકી બોદીવાલા અને મલ્લિકા પ્રસાદ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ જાહેરાત બાદ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણા યુઝર્સે લખ્યું છે કે “વીકેન્ડ માટે પર્ફેક્ટ વોચ મળી ગઈ” અને “શેરની આવી રહી છે” જેવા કોમેન્ટ્સ કર્યા છે. જો કે કેટલાક દર્શકોને ફિલ્મમાં નવીનતાનો અભાવ લાગ્યો હતો.