April 3, 2026
બોલિવૂડ

'તેરી બાતોં મેં એસા ઉલ્ઝા જિયા 2' માં જાહ્નવી કપૂરની સરપ્રાઈઝ એન્ટ્રી, શાહિદ-કૃતિ સાથે મચાવશે ધમાલ

11:03:00 AM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>'તેરી બાતોં મેં એસા ઉલ્ઝા જિયા 2' માં જાહ્નવી કપૂરની સરપ્રાઈઝ એન્ટ્રી, </strong></span>શાહિદ-કૃતિ સાથે મચાવશે ધમાલ</p>

બોલિવૂડમાં હાલમાં ફ્રેશ જોડીઓ અને સિક્વલનો ટ્રેન્ડ જોરશોરથી ચાલી રહ્યો છે. તેવામાં શાહિદ કપૂર અને કૃતિ સેનોનની સુપરહિટ ફિલ્મ 'તેરી બાતોં મેં એસા ઉલ્ઝા જિયા'ની સિક્વલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મમાં હવે બોલિવૂડની ગ્લેમરસ ગર્લ જાહ્નવી કપૂરની એન્ટ્રી થવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જેનાથી સ્ટાર કાસ્ટ વધુ દમદાર બની છે. ફિલ્મ વર્તુળોના જણાવ્યા અનુસાર, હાલમાં 'તેરી બાતોં મેં એસા ઉલ્ઝા જિયા 2' ની સ્ક્રિપ્ટ લખવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આ લેખન કાર્ય ઓગસ્ટ મહિના સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે.

જોકે, જાહ્નવી કપૂર આ ફિલ્મમાં કેવા પ્રકારનો રોલ ભજવશે તે અંગે નિર્માતાઓએ હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કર્યો નથી, પરંતુ તેની એન્ટ્રીથી ચાહકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ વર્ષ 2027માં શરૂ થવાની સંભાવના છે. રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મ અંગેનો અંતિમ નિર્ણય 'કોકટેલ 2' ની રિલીઝ બાદ લેવામાં આવશે. મેકર્સ હાલમાં સિક્વલને પ્રથમ ભાગ કરતાં વધુ મનોરંજક અને મોટી બનાવવા માટે આયોજન કરી રહ્યા છે. જાહ્નવી કપૂરની આ ફિલ્મમાં એન્ટ્રી બોલિવૂડના જાણકારો માટે આશ્ચર્યજનક છે. તેની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી.

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ નસીબ અજમાવ્યા બાદ તે ફરી એકવાર હિન્દી સિનેમામાં પોતાની કારકિર્દી મજબૂત કરવાના પ્રયાસો કરી રહી છે. આ ફિલ્મ જાહ્નવી માટે કારકિર્દીનો મોટો વળાંક સાબિત થઈ શકે છે. બીજી તરફ, કૃતિ સેનોન હાલમાં તેની અભિનય ક્ષમતા અને કોમર્શિયલ સફળતા બંનેમાં આગળ નીકળી ગઈ છે. શાહિદ કપૂર સાથેની તેની કેમિસ્ટ્રીને પ્રેક્ષકોએ અગાઉ ખૂબ જ પસંદ કરી હતી. હવે આ જોડીમાં જાહ્નવીના આવવાથી ફિલ્મમાં કેવો નવો વળાંક આવશે તે જોવું રસપ્રદ રહેશે.