ગ્લેમર વર્લ્ડમાં ધમાકેદાર એન્ટ્રી: શુભમન ગિલની બહેન રિયાલિટી શોમાં દેખાશે, બોલિવૂડ હસીનાઓને આપશે ટક્કર!
રિયાલિટી શોની દુનિયામાં હાલમાં એક જ નામની જોરશોરથી ચર્ચા થઈ રહી છે અને તે છે 'ધ ટ્રેટર્સ સીઝન 2'. સસ્પેન્સ, માસ્ટરમાઇન્ડ ગેમ અને દગાથી ભરપૂર આ શો પોતાની બીજી સીઝન સાથે ધમાકેદાર વાપસી કરવા તૈયાર છે. આ વખતે શોમાં ગ્લેમર અને રમત જગતનો એવો અનોખો તડકો જોવા મળશે જેની પ્રેક્ષકોએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. પ્રાઇમ વિડિયોનો સૌથી વધુ ચર્ચિત માઇન્ડ ગેમ શો 'ધ ટ્રેટર્સ' પોતાની પ્રથમ સીઝનની ભવ્ય સફળતા બાદ હવે બીજી સીઝન માટે સજ્જ છે.
સૂત્રો પાસેથી મળતી અત્યંત ચોંકાવનારી જાણકારી મુજબ, ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર શુભમન ગિલની બહેન, શાહનીલ ગિલ આ શોમાં એક મજબૂત સ્પર્ધક તરીકે જોવા મળી શકે છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. શાહનીલ ગિલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પહેલેથી જ ખૂબ પોપ્યુલર છે અને તેની ફેશન સેન્સ તેમજ ગ્લેમરસ લુક માટે જાણીતી છે.
આ સીઝનમાં માત્ર શાહનીલ જ નહીં, પરંતુ ગ્લેમર જગતના અન્ય મોટા નામો પણ જોડાવાની પ્રબળ શક્યતા છે. રિપોર્ટ મુજબ, સ્ટેન્ડ-અપ કોમેડિયન અને 'બિગ બોસ' વિજેતા મુનવ્વર ફારુકી તેમજ ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી પણ આ શોનો ભાગ બની શકે છે. મુનવ્વર પોતાની ચાલકી માટે જાણીતો છે, જ્યારે શ્વેતાનો અનુભવ રમત પલટી નાખવા માટે પૂરતો છે.
આ શોમાં સસ્પેન્સ એટલું ઊંચું હોય છે કે તે પ્રેક્ષકોના રુંવાડા ઊભા કરી દે છે. શાહનીલ ગિલ આ પ્રકારની માઇન્ડ ગેમમાં કેવી સ્ટ્રેટજી અપનાવે છે તે જોવું તેના ફેન્સ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તેની એન્ટ્રીથી શોના ગ્લેમર ક્વોશિયન્ટમાં મોટો વધારો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે, જે બોલિવૂડની મોટી સ્ટાર્સને પણ પાછળ છોડી શકે છે. ક્રિકેટર્સના પરિવારના સભ્યો હવે ગ્લેમરની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી રહ્યા છે. તાજેતરમાં જ ક્રિકેટર દીપક ચહરની બહેન માલતી ચહર 'બિગ બોસ 18' માં જોવા મળી હતી.
હવે શાહનીલ ગિલના આ શોમાં આવવાના સમાચાર સાબિત કરે છે કે ક્રિકેટ જગતના પરિવારો હવે મનોરંજન ક્ષેત્રે પણ પોતાની ધાક જમાવી રહ્યા છે.આ શો ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે, જેમાં સસ્પેન્સ અને દગાબાજીની નવી વ્યાખ્યા જોવા મળશે. શાહનીલ ગિલ, મુનવ્વર ફારુકી અને શ્વેતા તિવારી જેવા સ્ટાર્સની હાજરીથી 'ધ ટ્રેટર્સ સીઝન 2' અત્યાર સુધીનો સૌથી ચર્ચિત શો બની રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે