April 1, 2026
સ્પોર્ટ્સ

'મેં તેને 14 વર્ષની ઉંમરે જ કહી દીધું હતું, તું આગામી ધોની બનીશ' સંજુની સફળતા પર શશી થરુર ગદગદ!

12:26:00 PM
Save
Mar 20, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>'મેં તેને 14 વર્ષની ઉંમરે જ કહી દીધું હતું, તું આગામી ધોની બનીશ'</strong></span> સંજુની સફળતા પર શશી થરુર ગદગદ!</p>

તિરુવનંતપુરમના સાંસદ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા શશી થરૂરે ભારતીય ક્રિકેટર સંજુ સેમસનની પ્રચંડ સફળતા અને તેના વ્યક્તિત્વના ભારોભાર વખાણ કર્યા છે. તાજેતરમાં સંપન્ન થયેલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર સેમસન વિશે વાત કરતા થરૂરે જણાવ્યું કે, તેઓ સંજુને માત્ર એક ખેલાડી તરીકે નહીં પણ એક પરિવારના સભ્ય તરીકે જુએ છે. થરૂરે સંજુ સાથેની પ્રથમ મુલાકાતને યાદ કરતા જણાવ્યું કે, "જ્યારે સંજુ માત્ર 14 વર્ષનો હતો, ત્યારે મેં તેને જોયો હતો અને કહ્યું હતું કે તું આગામી મહેન્દ્ર સિંહ ધોની બનીશ.

જોકે, આ બાબતે તેમણે ટીમ ઈન્ડિયાના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીરના એક કિસ્સાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જ્યારે સંજુએ આ વાત ગંભીરને જણાવી, ત્યારે ગંભીરે બહુ સચોટ રીતે કહ્યું હતું કે, તેને કોઈનું 'નેક્સ્ટ' બનવાની જરૂર નથી. તે પ્રથમ અને એકમાત્ર સંજુ સેમસન તરીકે જ ઓળખાવો જોઈએ. તાજેતરના T20 વર્લ્ડ કપમાં સંજુ સેમસનનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ખાસ કરીને સેમિફાઈનલ અને ફાઈનલ જેવી દબાણવાળી મેચોમાં તેની એકાગ્રતા અને શાંતિની થરૂરે પ્રશંસા કરી હતી. થરૂરે નોંધ્યું કે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં સંજુ જ્યારે 97 રને અણનમ રહ્યો, ત્યારે તેની આંખોમાં રહેલો આત્મવિશ્વાસ સાબિત કરતો હતો.

હવે, આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાયી થઈ ગયો, સંજુએ વન-ડેમાં સદી ફટકારી હોવા છતાં તેને તક મળતી નહોતી, તે દુઃખદ છે. હું ઈચ્છું છું કે તે વન-ડેમાં નિયમિત રમે અને એક દિવસ ભારત માટે ટેસ્ટ ક્રિકેટ પણ રમે.મેદાનની બહાર પણ સંજુના સ્વભાવ વિશે વાત કરતા થરૂરે કહ્યું કે તે ખૂબ જ શિષ્ટ અને સરળ યુવાન છે. પ્રોટોકોલના કારણે મેચ દરમિયાન વાતચીત શક્ય નથી હોતી, પરંતુ સંજુએ અંગત રીતે થરૂરને તેમના જન્મદિવસ પર ફોન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી, જે તેની સંસ્કારિતા દર્શાવે છે.