April 1, 2026
બોલિવૂડ

'ધ 50'રિયાલિટી શોમાં ફૈઝૂને પછાડી શિવ ઠાકરેએ જીતી શોની ટ્રોફી, લકી ફેનને મળ્યું 50 લાખનું ઇનામ

10:17:00 AM
Save
Mar 23, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">'ધ 50'રિયાલિટી શોમાં ફૈઝૂને પછાડી શિવ ઠાકરેએ જીતી શોની ટ્રોફી,</span> લકી ફેનને મળ્યું 50 લાખનું ઇનામ</p>

પ્રખ્યાત રિયાલિટી શો 'ધ 50'ના પ્રથમ સીઝનને આખરે તેનો વિજેતા મળી ગયો છે. મહિનાઓની કડક સ્પર્ધા બાદ શોની ટ્રોફી બિગ બોસ ફેમ શિવ ઠાકરે (Shiv Thakare)એ પોતાના નામે કરી લીધી છે. શિવ ઠાકરેએ 'ધ 50'ના ગ્રાન્ડ ફિનાલેમાં મોટા-મોટા ધુરંધરો જેમ કે સિંગર કાકા, ઇન્ફ્લુઅન્સર ફૈસલ શેખ ઉર્ફે ફૈજુ, કૃષ્ણા શ્રોફ અને રજત દલાલને પછાડીને શોના પ્રથમ વિજેતા બન્યા. શિવની આ જીત સાથે તેમના એક લકી ફેનની પણ ખુશીમાં વધારો થયો છે.

શિવ ઠાકરેએ જીતી 'ધ 50'ની ટ્રોફી
'ધ 50'ના ફિનાલેમાં રજત દલાલના આઉટ થયા બાદ ચાર કન્ટેસ્ટન્ટ્સ – શિવ ઠાકરે, કાકા, કૃષ્ણા અને ફૈજુ વચ્ચે કડક મુકાબલો થયો. ચાર સ્ટેજના ચેલેન્જ પછી શિવ ઠાકરેએ કૃષ્ણા અને ફૈજુને પાછળ છોડીને શોની ટ્રોફી પોતાના નામે કરી લીધી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shiv Thakare (@shivthakare9)

શા માટે ફેનને મળ્યું 50 લાખનું ઇનામ?
શિવ ઠાકરેની જીત સાથે 50 લાખ રૂપિયાની પ્રાઇઝ મની પણ આપવામાં આવી, પરંતુ આ ઇનામ શિવને નહીં પરંતુ તેમના એક લકી ફેનને મળ્યું. આ શોનું ફોર્મેટ જ છે કે, વિજેતાના રજિસ્ટર્ડ ફોલોઅર્સમાંથી પસંદ કરાયેલા તેમના નંબર 1 ફેનને પ્રાઇઝ મની આપવામાં આવે છે. આ લકી ફેનનું નામ સીતારામ પ્રહલાદ અઘાવ છે.

જીત પર શું બોલ્યા શિવ ઠાકરે?
શિવ ઠાકરે બિગ બોસ સીઝન-16માં ભાગ લીધો હતો, પરંતુ ત્યારે ટ્રોફી જીતી શક્યા નહોતા અને તેઓ ફર્સ્ટ રનર-અપ રહ્યા હતા. હવે તેઓ 'ધ 50'ના વિજેતા બન્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે પોતાની ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે તેઓ બતાવવા માંગતા હતા કે દિલથી રમીને પણ પોતાની સાથે સાચા રહી શકાય છે અને જીત મેળવી શકાય છે. તેમણે વધુમાં કહ્યું કે 'ધ ૫૦'ના પ્રથમ વિજેતા તરીકે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. આ જીત શિવ ઠાકરેના કરિયર માટે એક મોટી સફળતા છે અને ફેન્સમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.