April 8, 2026
બોલિવૂડ

જાણે આકાશમાંથી ઉતરી પરી! નવાઝની લાડલી શોરાના લેટેસ્ટ ફોટા વાયરલ, ફેન્સ બોલ્યા- 'તદ્દન પિતા જેવી આંખો'

01:27:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><span style="color: rgb(230, 126, 35);"><strong><span style="color: rgb(224, 62, 45);">જાણે આકાશમાંથી ઉતરી પરી!</span> </strong></span>નવાઝની લાડલી શોરાના લેટેસ્ટ ફોટા વાયરલ, ફેન્સ બોલ્યા- 'તદ્દન પિતા જેવી આંખો'</p>

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની દીકરી શોરા સિદ્દીકી હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. તાજેતરમાં યોજાયેલા ‘ઇન્ડિયા 2030 લીડરશિપ કોન્ક્લેવ 2026’ માં શોરા તેના પિતા સાથે જોવા મળી હતી. આ ઇવેન્ટમાં શોરાનો આત્મવિશ્વાસ અને તેની ગ્લેમરસ સ્ટાઇલ જોઈને ફેન્સ તેમજ નેટિજન્સ તેના પર ફિદા થઈ ગયા છે. 15 વર્ષની શોરાની સ્માર્ટનેસ જોઈને લોકો તેની તુલના અનેક સ્થાપિત અભિનેત્રીઓ સાથે કરી રહ્યા છે. રેડ કાર્પેટ પર શોરાએ ‘બોસી લુક’ કેરી કર્યો હતો, જેમાં તેણે બ્લેક ટોપની સાથે વ્હાઇટ ટ્રાઉઝર અને સૂટ પહેર્યો હતો.

શોરાની અદાઓ અને સ્માર્ટનેસ એવી હતી કે તેની આગળ ભલભલી અભિનેત્રીઓ ઝાંખી પડતી હોય તેવું લાગતું હતું. તેની સુંદરતા જોઈને સોશિયલ મીડિયા યુઝર્સને મિસ યુનિવર્સ હરનાઝ સંધુ અને મહાકુંભની પ્રખ્યાત મોનાલિસાની યાદ આવી ગઈ હતી. તેની તીક્ષ્ણ નજર અને કોન્ફિડન્ટે ઇવેન્ટમાં દરેક લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સામાન્ય રીતે સોશિયલ મીડિયાથી દૂર રહેતી શોરા આ ઇવેન્ટમાં ડાન્સ કરતી પણ જોવા મળી હતી. નવાઝુદ્દીન અને તેની પત્ની આલિયા ભલે અત્યારે સાથે ન હોય, પરંતુ તેઓ તેમના બાળકોના ઉછેરમાં કોઈ કમી રાખતા નથી. શોરા સિદ્દીકી પણ તેના પિતાના નકશેકદમ પર ચાલીને ફિલ્મોમાં કરિયર બનાવવા ઈચ્છે છે.

પિતા નવાઝુદ્દીન સિદ્દીકીએ જે રીતે પોતાની એક્ટિંગથી બોલિવૂડમાં અલગ ઓળખ બનાવી છે, તેવી જ રીતે શોરા પણ સિનેમા જગતમાં પોતાનું નસીબ અજમાવવા તૈયાર છે. 15 વર્ષની ઉંમરે તેનો આવો પરિપક્વ અને સ્ટાઇલિશ અંદાજ તેના બોલિવૂડ ડેબ્યૂના સંકેતો આપી રહ્યો છે. ફેન્સ માની રહ્યા છે કે જો શોરા ફિલ્મોમાં આવશે, તો તે સુંદરતા અને એક્ટિંગ બંનેના સમન્વયથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. આમ, નવાઝુદ્દીન સિદ્દીકીની આ લાડલી અત્યારે સ્ટારકિડ્સની રેસમાં સૌથી આગળ નીકળી ગઈ હોય તેમ જણાય છે.