April 1, 2026
બોલિવૂડ

એક્શન, ડ્રામા અને જોરદાર કેમિસ્ટ્રી.... 'વી વન' માં જોવા મળશે સિદ્ધાર્થ-તમન્નાનો નવો અવતા

10:55:00 AM
Save
Mar 26, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>એક્શન, ડ્રામા અને જોરદાર કેમિસ્ટ્રી.... </strong></span>'વી વન' માં જોવા મળશે સિદ્ધાર્થ-તમન્નાનો નવો અવતા</p>

બોલિવૂડના ચોકલેટી હીરો સિદ્ધાર્થ મલ્હોત્રા અને ગ્લેમરસ અભિનેત્રી તમન્ના ભાટિયાની જોડી ટૂંક સમયમાં મોટા પડદા પર ધમાકો કરવા જઈ રહી છે. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તેવી ફિલ્મ 'વી વન' (V1) ની સત્તાવાર રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. નિર્માતા એકતા કપૂરે આ ફિલ્મને આગામી 28 ઓગસ્ટ ના રોજ સિનેમાઘરોમાં રજૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક સમયથી બોક્સ ઓફિસ પર સતત ફ્લોપ ફિલ્મોનો સામનો કરી રહેલા સિદ્ધાર્થ મલ્હોત્રા માટે આ ફિલ્મ ખૂબ જ નિર્ણાયક સાબિત થવાની છે.

સિદ્ધાર્થની કરિયરને ફરીથી પાટા પર લાવવા માટે નિર્માતા એકતા કપૂરે ખૂબ જ વિચારીને અને ગણતરીપૂર્વક આ 'સેફ' રિલીઝ ડેટ પસંદ કરી છે. મેકર્સને આશા છે કે આ તારીખ સિદ્ધાર્થ માટે લકી સાબિત થશે. રિલીઝ ડેટની પસંદગી પાછળનું મુખ્ય કારણ એ છે કે 28 ઓગસ્ટના રોજ બોક્સ ઓફિસ પર કોઈ મોટી સ્પર્ધા નથી. આ દિવસે માત્ર 'ખોસલા કા ઘોંસલા' રિલીઝ થઈ રહી છે, જે એક અલગ શૈલીની ફિલ્મ છે.

આમ, 'વી વન' ને સોલો રિલીઝ જેવો લાભ મળી શકે તેમ છે, જેથી સિદ્ધાર્થ મલ્હોત્રાને બોક્સ ઓફિસ પર રિકવરી કરવાની પૂરી તક મળશે. જોકે, આ રિલીઝ પહેલા 13 ઓગસ્ટે સની દેઓલની હાઈ-પ્રોફાઈલ ફિલ્મ 'લાહોર 1947' રજૂ થવાની છે. સની દેઓલનો ક્રેઝ જોતા આ ફિલ્મ મોટી સ્પર્ધા આપી શકે છે, પરંતુ એકતા કપૂરને વિશ્વાસ છે કે બે અઠવાડિયાના અંતર બાદ 'વી વન' ના બિઝનેસને કોઈ મોટી અસર નહીં થાય. તદુપરાંત, ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારોની રજાઓનો પણ ફિલ્મને ભરપૂર લાભ મળવાની અપેક્ષા છે.

ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો, 'વી વન' કોઈ સામાન્ય મસાલા ફિલ્મ નથી પરંતુ તે એક પ્રાચીન લોકકથા પર આધારિત હોવાનું કહેવાય છે. આ અગાઉ આ ફિલ્મ મે મહિનામાં રિલીઝ થવાની તૈયારીમાં હતી, પરંતુ ટેકનિકલ કારણોસર અને વધુ સારી માર્કેટિંગ વિન્ડો મેળવવા માટે તેની રિલીઝ ડેટ પાછળ ઠેલવામાં આવી છે. અત્યારે ફિલ્મનું પોસ્ટ-પ્રોડક્શન કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 

ટૂંક સમયમાં તેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવશે. સિદ્ધાર્થ અને તમન્નાની ફ્રેશ જોડી અને લોકકથાનો રોમાંચ પ્રેક્ષકોને કેટલો આકર્ષી શકશે, તે તો 28 ઓગસ્ટે જ ખબર પડશે. ફિલ્મ જગતના નિષ્ણાતો આ રિલીઝને એકતા કપૂરની માસ્ટર ગેમ માની રહ્યા છે.