April 1, 2026
બોલિવૂડ

Legend Never Dies: સિદ્ધુ મૂસેવાલા હવે હોલોગ્રામ દ્વારા કરશે વર્ચ્યુઅલ કોન્સર્ટ, આધુનિક ટેક્નોલોજીથી મચાવશે ધૂમ

04:17:00 PM
Save
Mar 20, 2026
Share :

Legend Never Dies: સિદ્ધુ મૂસેવાલા હવે હોલોગ્રામ દ્વારા કરશે વર્ચ્યુઅલ કોન્સર્ટ, આધુનિક ટેક્નોલોજીથી મચાવશે ધૂમ

દિવંગત પંજાબી સિંગર શુભદીપ સિંહ, જે વિશ્વભરમાં 'સિદ્ધુ મૂસેવાલા' તરીકે જાણીતો છે, તેના ચાહકો માટે એક ભાવુક અને રોમાંચક સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2022માં મૂસેવાલાના નિધન બાદ હવે આધુનિક 'હોલોગ્રામ ટેક્નોલોજી'ની મદદથી તેને ફરી એકવાર સ્ટેજ પર જીવંત કરવામાં આવશે. 'સાઇન્ડ ટૂ ગોડ' નામની આ વર્લ્ડ ટૂર દ્વારા ફેન્સ તેમના મનપસંદ ગાયકનું લાઇવ પર્ફોર્મન્સ માણી શકશે.

આ વર્લ્ડ ટૂરની ખાસિયત એ છે કે તેમાં હોલોગ્રામ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નોલોજી દ્વારા સ્ટેજ પર સિદ્ધુ મૂસેવાલાની એવી 3D ઇમેજ તૈયાર કરવામાં આવશે, જેનાથી ત્યાં હાજર ફેન્સને એવો જ અહેસાસ થશે કે મૂસેવાલા પોતે સ્ટેજ પર હાજર રહીને લાઇવ પર્ફોર્મન્સ આપી રહ્યા છે.સિદ્ધુ મૂસેવાલાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ટૂરનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે, જે ઇન્ટરનેટ પર વાયરલ થયું છે.

આ કોન્સર્ટ ભારત સહિત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે અને પાકિસ્તાન જેવા કુલ 8 દેશોમાં યોજવામાં આવશે. આ માટે એક આર્ટિફિશિયલ પોર્ટલ (વેબસાઇટ) પણ તૈયાર કરવામાં આવ્યું છે. મૂસેવાલાના નિધન બાદ તેના અધૂરા સપના અને ગીતોને જીવંત રાખવા માટે આ એક મોટું પગલું માનવામાં આવે છે. ટેક્નોલોજી અને સંગીતના આ અનોખા સંગમથી સંગીત જગતમાં એક નવો અધ્યાય શરૂ થશે.

કેવી રીતે કામ કરે છે આ ટેક્નોલોજી?

મૂસેવાલાનો આબેહૂબ અવતાર તૈયાર કરવા માટે આર્કાઇવ ફૂટેજ, CGI, મોશન કેપ્ચર અને 'પેપર્સ ઘોસ્ટ ઇલ્યુઝન' જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે. લેઝર બીમ લાઇટને બે ભાગમાં વિભાજિત કરીને (રેફરન્સ બીમ અને ઓબ્જેક્ટ બીમ) એક ખાસ પેટર્ન તૈયાર કરવામાં આવે છે, જેને હોલોગ્રામ કહેવાય છે. સ્પેશિયલ ઓડિયો અને સિંક્રોનાઇઝ્ડ ઇફેક્ટ્સ દ્વારા તેને પૂર્ણ કરવામાં આવશે.

અગાઉ પણ આવા કોન્સર્ટ થયા છે...

હોલોગ્રામ દ્વારા પર્ફોર્મન્સ આપવાની આ પદ્ધતિ વિશ્વમાં પહેલીવાર નથી વપરાઈ રહી. અગાઉ માઇકલ જેક્સન, ટુપૈક શકૂર અને વ્હિટની હ્યૂસ્ટન જેવી સુપ્રસિદ્ધ હસ્તીઓના પણ નિધન બાદ આવા હોલોગ્રામ કોન્સર્ટ યોજાઈ ચૂક્યા છે, જે અત્યંત સફળ રહ્યા હતા.