સ્માર્ટ હોમ ટિપ્સ: ડ્રાય ક્લીનિંગનો ખર્ચો બચાવો! આ દેશી નુસખાથી તમારા સોફા ચમકશે કાચ જેવા!

જો તમારા સોફા પર ડાઘ પડી ગયા હોય કે તે જૂના દેખાવા લાગ્યા હોય, તો ચિંતા છોડો. માત્ર 20-30 રૂપિયાના નજીવા ખર્ચમાં ઘરે જ સોફાને ડ્રાય ક્લીન કરવાની અનોખી રીત સામે આવી છે. બેકિંગ સોડા અને ઘરે બનાવેલા ખાસ સોલ્યુશનની મદદથી તમે કોઈપણ મોંઘા કેમિકલ વગર સોફાને ચકાચક કરી શકો છો. જાણો આસાન સ્ટેપ્સમાં સોફા સાફ કરવાની આ પ્રોફેશનલ રીત. સામાન્ય રીતે ઘરમાં રહેલા મોંઘાદાટ સોફા ગંદા થાય ત્યારે તેને ડ્રાય ક્લીન કરાવવા માટે હજારો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. પરંતુ હવે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર છે. રસોડામાં જ ઉપલબ્ધ કેટલીક સામાન્ય વસ્તુઓ જેવી કે બેકિંગ સોડા અને વિનેગરના ઉપયોગથી માત્ર 20 થી 30 રૂપિયાના નજીવા ખર્ચમાં સોફાને નવા જેવા ચકાચક કરી શકાય છે.
બેકિંગ સોડા: કુદરતી ક્લીનર
સોફાની સફાઈ માટે બેકિંગ સોડા એક જાદુઈ ક્લીનર તરીકે કામ કરે છે. સોફા પરની ધૂળ સાફ કર્યા બાદ તેના પર બેકિંગ સોડા છાંટી રહેવા દેવાથી તે સોફામાં રહેલી ગંદકી અને દુર્ગંધને શોષી લે છે. ત્યારબાદ બ્રશ કે સૂકા કપડાથી સાફ કરવાથી સોફા ફ્રેશ થઈ જાય છે.
વિનેગર અને પાણીનું સોલ્યુશન
સોફા પરના બેક્ટેરિયા દૂર કરવા માટે સરખા ભાગે વિનેગર અને પાણીનું મિશ્રણ બનાવી સ્પ્રે કરવાથી ડાઘ સરળતાથી સાફ થાય છે. આ પદ્ધતિમાં સોફા વધુ ભીનો ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી ફેબ્રિકને નુકસાન ન પહોંચે.
હઠીલા ડાઘ માટે ઘરેલું લિક્વિડ
જો સોફા પર જૂના ડાઘા હોય, તો હળવું શેમ્પૂ અથવા લિક્વિડ ડિટર્જન્ટમાં લીંબુના ટીપાં ઉમેરીને અસરકારક ક્લીનર બનાવી શકાય છે. સ્પોન્જની મદદથી ડાઘાવાળા ભાગ પર આ દ્રાવણ લગાવીને તેને સાફ કરવાથી મોંઘા કેમિકલ્સ વગર સોફા ચમકી ઉઠે છે.
ડ્રાય ક્લીનિંગ વખતે રાખવાની સાવચેતી
કોઈપણ સફાઈ પ્રક્રિયા શરૂ કરતા પહેલા સોફાના એક ખૂણામાં 'ફેબ્રિક ટેસ્ટ' કરવો હિતાવહ છે. વધુમાં, સફાઈ બાદ સોફાને હવાની હાજરીમાં કુદરતી રીતે સુકાવા દેવો જોઈએ જેથી તેમાં ફંગસ લાગવાનો ડર ન રહે. આ સરળ અને સસ્તી પદ્ધતિઓ અપનાવવાથી ડ્રાય ક્લીનિંગના હજારો રૂપિયા બચી શકે છે અને સોફાની આયુષ્યમાં પણ વધારો થાય છે.