April 7, 2026
બોલિવૂડ

40 પછી સ્ત્રીઓમાં આવતા ફેરફારો પર સોહા અલી ખાનની ખુલ્લી વાત, હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે આપી આ અકસીર ટિપ

10:14:00 AM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>40 પછી સ્ત્રીઓમાં આવતા ફેરફારો પર સોહા અલી ખાનની ખુલ્લી વાત,</strong></span> હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે આપી આ અકસીર ટિપ</p>

બોલિવૂડ અભિનેત્રી સોહા અલી ખાને તાજેતરમાં 47 વર્ષની વયે પોતાની જીવનશૈલીમાં કરેલા મોટા ફેરફારો વિશે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે. પેરીમેનોપોઝ (મેનોપોઝ પહેલાનો સમયગાળો) ના લક્ષણોનો સામનો કરી રહેલી અભિનેત્રીએ સ્ત્રીઓને હોર્મોનલ ફેરફારો દરમિયાન થતી તકલીફોમાંથી મુક્તિ મેળવવા માટે એક કુદરતી અને અસરકારક હેલ્ધી ડ્રિન્કની રેસીપી શેર કરી છે. સોહા અલી ખાને જણાવ્યું કે, 40 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓમાં હોર્મોનલ ફેરફારો, ખાસ કરીને એસ્ટ્રોજનના સ્તરમાં ઘટાડો થવો સામાન્ય છે.

આ ફેરફારોને કારણે એસિડિટી, પેટનું ફૂલવું અને કેફીન પ્રત્યે સંવેદનશીલતા વધી જાય છે. આ જ કારણોસર સોહાએ વર્ષો જૂની સવારે ખાલી પેટે કોફી પીવાની આદતને તિલાંજલિ આપી છે, કારણ કે તે હવે તેના શરીરને અનુકૂળ આવતી નથી. અભિનેત્રીએ કોફીના તંદુરસ્ત વિકલ્પ તરીકે એક ખાસ કુદરતી પીણું રજૂ કર્યું છે. આ પીણું તૈયાર કરવા માટે ગરમ પાણીમાં લીંબુનો રસ, હળદર, કાળા મરી, સિંધવ મીઠું, આદુ અને પલાળેલા ચિયા સીડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. સોહાના જણાવ્યા અનુસાર, આ મિશ્રણ શરીરને હાઇડ્રેટેડ રાખવાની સાથે પાચનમાં સુધારો કરે છે અને દિવસભર ઉર્જા જાળવી રાખે છે.

રેસીપીમાં હળદરના મહત્વ પર ભાર મૂકતા સોહાએ સમજાવ્યું કે, હળદરમાં રહેલું 'કરક્યુમિન' એન્ટીઓકિસડન્ટ ગુણો ધરાવે છે, જે પેરીમેનોપોઝ દરમિયાન થતા સાંધાના દુખાવા અને જડતામાં રાહત આપે છે. ખાસ કરીને હળદર સાથે કાળા મરી ઉમેરવાથી તેનું શોષણ શરીરમાં વધુ અસરકારક રીતે થાય છે. આ ઉપરાંત આદુ અને લીંબુ મેટાબોલિઝમ સુધારવામાં મદદ કરે છે. ચિયા સીડ્સનો ઉપયોગ આ પીણાને વધુ પૌષ્ટિક બનાવે છે. આખી રાત પલાળેલા ચિયા સીડ્સ ફાઈબર અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે, જે હોર્મોનલ અસંતુલન દરમિયાન પેટની સમસ્યાઓને શાંત રાખે છે.

સોહા આ પીણું દરરોજ સવારે સૌથી પહેલા પીવે છે અને તેના 20-30 મિનિટ પછી જ નાસ્તો કરે છે. સોહા અલી ખાનની આ પહેલ મહિલાઓમાં માસિક ધર્મની સમાપ્તિ પહેલાના ગાળા અંગે જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. નિષ્ણાતો પણ માને છે કે 40 પછી જીવનશૈલીમાં આવા નાના ફેરફારો કરવાથી જીવનની ગુણવત્તામાં મોટો સુધારો લાવી શકાય છે. સોહાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર મહિલાઓ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.