April 4, 2026
બોલિવૂડ

કપૂર -આહુજા પરિવારમાં ખુશીનો માહોલ: સોનમ કપૂરે શેર કરી તેના 'નવા રાજકુમાર'ની ક્યૂટ તસ્વીર

04:30:00 PM
Save
Apr 4, 2026
Share :
<p>કપૂર -આહુજા પરિવારમાં ખુશીનો માહોલ: <strong><span style="color: rgb(224, 62, 45);">સોનમ કપૂરે શેર કરી તેના 'નવા રાજકુમાર'ની ક્યૂટ તસ્વીર</span></strong></p>

બોલિવૂડની 'ફેશન આઇકોન' સોનમ કપૂર આ દિવસોમાં માતૃત્વનો આનંદ માણી રહી છે. સોનમ અને આનંદ આહુજાના ઘરે 29 માર્ચના રોજ બીજા પુત્રનો જન્મ થયો છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ કપૂર અને આહુજા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. અનિલ કપૂર ફરી એકવાર નાના બનતા ચાહકો અને સેલિબ્રિટીઝ તરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. પુત્રના જન્મના 5 દિવસ બાદ સોનમે ઇન્સ્ટાગ્રામ પર પોતાના લાડલાની પહેલી ઝલક ફેન્સ સાથે શેર કરી છે. એક્ટ્રેસે બે ખાસ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે તેના નવજાત દીકરાને ગળે લગાવીને સૂતેલી જોવા મળે છે.

જોકે આ તસવીરમાં દીકરાનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી, પરંતુ માતા અને પુત્ર વચ્ચેનો અતૂટ પ્રેમ અને હૂંફ તસવીરમાં સ્પષ્ટપણે અનુભવી શકાય છે. વાયરલ થયેલી તસવીરમાં સોનમ કપૂરના ચહેરા પર એક કુદરતી ગ્લો અને સ્મિત જોવા મળે છે. હોસ્પિટલના બેડ પર હોવા છતાં અને ડિલિવરીના થાક છતાં તેના ચહેરા પર બીજા સંતાનને જોવાની જે ખુશી છે, તેણે ચાહકોના દિલ જીતી લીધા છે.

સોનમની આ સાદગીભરી અને ભાવુક તસવીરને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેને "સુપર મોમ" કહી રહ્યા છે. ફોટો શેર કરવાની સાથે સોનમે એક ભાવુક કેપ્શન પણ લખી છે, જેમાં તેણે હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. એક તસવીરમાં સોનમના હાથમાં આઇવી ડ્રિપ (બાટલો) લાગેલી જોવા મળે છે, જે તે સમયની શારીરિક પીડા અને સફળતાનો સંકેત આપે છે.

આ મુશ્કેલ સમયમાં સાથ આપનાર તમામ તબીબી ટીમની પ્રશંસા કરી છે. સોનમ અને આનંદના પહેલા દીકરા 'વાયુ' બાદ હવે આ બીજા દીકરાના આગમનથી તેમનો પરિવાર પૂર્ણ થયો છે. સોનમની આ પોસ્ટ પર કરીના કપૂર, આલિયા ભટ્ટ અને કરણ જોહર જેવા સેલેબ્સે પણ પ્રેમ વરસાવ્યો છે. હવે ચાહકો આતુરતાથી એ જાણવા માંગે છે કે સોનમ તેના બીજા દીકરાનું નામ શું રાખશે અને ક્યારે તે આખા પરિવારનો ફોટો શેર કરશે.