April 7, 2026
બોલિવૂડ

આધ્યાત્મ છોડી લગ્નના બંધનમાં બંધાયા ‘IITવાળા બાબા’: કોણ છે તેમની પત્ની પ્રતીકા? જાણો બાબાની અનોખી લવ સ્ટોરી

03:37:00 PM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>આધ્યાત્મ છોડી લગ્નના બંધનમાં બંધાયા ‘IITવાળા બાબા’: </strong></span>કોણ છે તેમની પત્ની પ્રતીકા? જાણો બાબાની અનોખી લવ સ્ટોરી</p>

કુંભ મેળા દરમિયાન સોશિયલ મીડિયા પર 'IITવાળા બાબા' તરીકે રાતોરાત પ્રખ્યાત થયેલા અભય સિંહે જીવનની નવી ઇનિંગની શરૂઆત કરી છે. મૂળ હરિયાણાના ઝજ્જરના વતની અભય સિંહે કર્ણાટકની એન્જિનિયર યુવતી પ્રતીકા સાથે લગ્નગ્રંથિથી જોડાઈને સૌને ચોંકાવી દીધા છે. આ લગ્નનો ખુલાસો ત્યારે થયો જ્યારે અભય સિંહ અચાનક પોતાની નવવધૂ સાથે પિતાના આશીર્વાદ લેવા ઝજ્જર કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. અભય સિંહે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેમણે ગત 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના અવસરે હિમાચલ પ્રદેશના પ્રસિદ્ધ 'અધંજર મહાદેવ મંદિર'માં શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા હતા.

ત્યારબાદ, 19 ફેબ્રુઆરીએ તેમણે કોર્ટ મેરેજ પણ કર્યા હતા. હાલમાં આ દંપતી હિમાચલમાં સ્થાયી થયું છે. અભય સિંહના પિતા કર્ણ સિંહ ઝજ્જર બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને જાણીતા વકીલ છે. જ્યારે 'IITવાળા બાબા' પોતાની પત્ની સાથે પિતાની ચેમ્બર પર પહોંચ્યા, ત્યારે તેમને જોવા અને સેલ્ફી લેવા માટે વકીલો અને સ્થાનિક લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. અભય સિંહે ઉમેર્યું કે, આધ્યાત્મમાં રુચિ હોવા છતાં તેઓ હંમેશા કાયદાકીય જ્ઞાન મેળવવા માટે પિતાના સંપર્કમાં રહ્યા છે. અભય સિંહના પત્ની પ્રતીકા પણ વ્યવસાયે એન્જિનિયર છે.

તેમણે જણાવ્યું કે અભયનું સરળ અને પ્રમાણિક વ્યક્તિત્વ તેમને ગમી ગયું હતું, હવે આ દંપતી સાથે મળીને સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર માટે કામ કરશે. તેઓ હિમાચલમાં એક 'શ્રી યુનિવર્સિટી' સ્થાપવાનું આયોજન કરી રહ્યા છે, જ્યાં દુન્યવી શિક્ષણની સાથે આધ્યાત્મિક અને સાધનાનું જ્ઞાન પણ આપવામાં આવશે. સોશિયલ મીડિયા પર 'IITવાળા બાબા'ના લગ્નના સમાચાર વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે અને તેમના ચાહકો તેમને સુખી દામ્પત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.