April 7, 2026
સ્પોર્ટ્સ

RCBનો બેંગલુરુમાં 'વિરાટ' વિજય, ચેન્નાઈને 43 રને હરાવી રચ્યો ઈતિહાસ 

10:14:00 AM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>RCBનો બેંગલુરુમાં 'વિરાટ' વિજય,</strong></span> ચેન્નાઈને 43 રને હરાવી રચ્યો ઈતિહાસ </p>

IPL 2026ના એક અત્યંત રોમાંચક અને હાઈ-વોલ્ટેજ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ ચેન્નાઈ સુપર કિંગ્સને 43 રને કારમી હાર આપી છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં RCBના બેટ્સમેનોએ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ જીત સાથે બેંગલુરુએ ટુર્નામેન્ટમાં પોતાની દાવેદારી વધુ મજબૂત બનાવી છે,મેચની શરૂઆતમાં RCBએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 3 વિકેટના નુકસાને 250 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો.

ઓપનર દેવદત્ત પડિક્કલ અને મધ્યક્રમના બેટ્સમેન ટીમ ડેવિડે આક્રમક અડધી સદીઓ ફટકારી ચેન્નાઈના બોલરોને નિરુત્તર કરી દીધા હતા. ખાસ કરીને ટીમ ડેવિડે અંતિમ ઓવરોમાં તોફાની બેટિંગ કરી માત્ર થોડા જ દડામાં અણનમ 70 રન ઝૂડી કાઢ્યા હતા. RCBના બોલિંગ વિભાગમાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ઈતિહાસ રચી દીધો છે. તેણે આ મેચમાં પોતાની IPL કરિયરની 200 વિકેટ પૂરી કરીને એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. ભુવનેશ્વર IPLના ઈતિહાસમાં 200 વિકેટનો આંકડો સ્પર્શનાર વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર બન્યો છે. અત્યાર સુધી માત્ર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ જ આ યાદીમાં તેની આગળ છે, જેમના નામે 224 વિકેટ છે. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત નબળી રહી હતી, પરંતુ સરફરાજ ખાને 50 રનની લડાયક ઈનિંગ રમીને આશા જીવંત રાખી હતી. જોકે, RCBના શિસ્તબદ્ધ બોલિંગ આક્રમણ સામે ચેન્નાઈની આખી ટીમ 19.4 ઓવરમાં 207 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

RCBના બોલરોએ સમયાંતરે વિકેટો ઝડપીને CSK પર દબાણ જાળવી રાખ્યું હતું. આ મેચમાં બેંગલુરુએ સિક્સરનો નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. RCBની ઈનિંગ દરમિયાન કુલ 19 છક્કા લાગ્યા હતા, જે કોઈ એક ટીમ સામે આ ફોર્મેટમાં નોંધાયેલો સૌથી મોટો આંકડો છે. ટીમ ડેવિડના 8 અને રજત પાટીદારના 6 છક્કાની મદદથી RCBએ કોલકાતા અને રાજસ્થાનના જૂના રેકોર્ડ્સને પાછળ છોડી દીધા હતા. આમ, આ મેચ રેકોર્ડ્સ અને રોમાંચથી ભરપૂર રહી હતી.