April 1, 2026
સ્પોર્ટ્સ

ગ્રાઉન્ડ પર 'થાલા'ની એન્ટ્રી અને  ચાહકના આંસુ: ધોની માટેની દીવાનગીનો વીડિયો ઇન્ટરનેટ પર છવાયો

10:52:00 AM
Save
Mar 23, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ગ્રાઉન્ડ પર 'થાલા'ની એન્ટ્રી અને  ચાહકના આંસુ:</strong></span> ધોની માટેની દીવાનગીનો વીડિયો ઇન્ટરનેટ પર છવાયો</p>

IPL 2026ની શરૂઆત પહેલા રવિવારની સાંજ ચેન્નાઈના ફેન્સ માટે યાદગાર બની ગઈ હતી. ચેપોક સ્ટેડિયમ ખાતે આયોજિત Roar 2026’ ફેન ઈવેન્ટમાં હજારોની સંખ્યામાં ઉમટેલા જનમેદની વચ્ચે જ્યારે મહેન્દ્રસિંહ ધોની મેદાન પર ઉતર્યો, ત્યારે સમગ્ર સ્ટડિયમ 'ધોની-ધોની'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.આ ઈવેન્ટમાં ચેન્નાઈ સુપર કિંગ્સના વર્તમાન ખેલાડીઓ સાથે જૂના દિગ્ગજો પણ મેદાન પર ઉતર્યા હતા. જોકે, આકર્ષણનું કેન્દ્ર MS ધોની રહ્યો હતો.

ધોનીને ફરી એકવાર પીળી જર્સીમાં બેટિંગ કરતા જોઈને એક મહિલા પ્રશંસક પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકી નહોતી અને ભાવુક થઈને રડવા લાગી હતી. આ હૃદયસ્પર્શી ક્ષણનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જે ધોની પ્રત્યેની ચાહકોની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે. ક્રિકેટ જગતમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું IPL 2026 ધોનીની છેલ્લી સિઝન હશે?

નંબર 8 પર બેટિંગ કરવા આવે અને નવી લીડરશિપને તૈયાર કરવા માટે પોતાની જાતને ધીમે-ધીમે ટીમથી અલગ કરવાની તૈયારી કરે તેવું અનુમાન છે. CSK એ તાજેતરમાં સંજુ સેમસનને ટીમમાં સામેલ કરીને ભવિષ્યના આયોજનના સંકેત આપી દીધા છે. જોકે, નિવૃત્તિની અટકળો વચ્ચે પણ 'થાલા'ની તૈયારીઓ પૂરજોશમાં છે. રાંચી બાદ હવે ચેન્નાઈમાં પણ ધોનીએ સખત પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે, જે દર્શાવે છે કે તે આ સિઝનમાં પણ મેદાન પર ધમાલ મચાવવા માટે પૂરી રીતે સજ્જ છે.