April 7, 2026
ગુજરાત

ખાખી પહેરવાનું સપનું થશે સાકાર! ધોરણ 12 પાસ યુવાનો માટે હેડ કોન્સ્ટેબલની બમ્પર ભરતી, આજે જ કરો અરજી

10:14:00 AM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ખાખી પહેરવાનું સપનું થશે સાકાર!</strong></span> ધોરણ 12 પાસ યુવાનો માટે હેડ કોન્સ્ટેબલની બમ્પર ભરતી, આજે જ કરો અરજી</p>

દેશની સેવા કરવાની સાથે સુરક્ષિત સરકારી કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે સશસ્ત્ર સીમા બળ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2026ની આ મહત્વની ભરતીમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સનો હિસ્સો બનવા માંગતા ઉમેદવારો માટે હેડ કોન્સ્ટેબલની વિવિધ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 21 માર્ચથી શરૂ થઈ ચૂકી છે અને ઉમેદવારો 20 એપ્રિલ 2026 સુધી ફોર્મ ભરી શકશે. SSB દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ, કુલ 233 હેડ કોન્સ્ટેબલના પદો પર ભરતી કરવામાં આવશે.

આ ભરતીને ચાર મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવી છે, જેમાં સૌથી વધુ 197 જગ્યાઓ 'કોમ્યુનિકેશન' વિભાગ માટે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિશિયન માટે 29, વેટરનરી માટે 05 અને સ્ટીવર્ડ માટે 02 જગ્યાઓ ઉપલબ્ધ છે. ઉમેદવારો પોતાની લાયકાત અને રુચિ મુજબ સત્તાવાર વેબસાઇટ પર જઈને આ પદો માટે મેન્ડેટ મેળવી શકે છે. આ ભરતીની ખાસિયત એ છે કે તેમાં ધોરણ 12 પાસ યુવાનો પણ અરજી કરી શકે છે.

લાયકાતના ધોરણો મુજબ, ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અને જે-તે ટ્રેડમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. વય મર્યાદાની વાત કરીએ તો, મોટાભાગના પદો માટે 18 થી 27 વર્ષની વય નક્કી કરવામાં આવી છે, જ્યારે ઇલેક્ટ્રિશિયન માટે 18 થી 25 વર્ષની મર્યાદા છે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ-4 હેઠળ ₹25,500 થી ₹81,100 સુધીનો માસિક પગાર મળી શકે છે.

પગારની સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા વિવિધ ભથ્થા જેવા કે મોંઘવારી ભથ્થું , હોમ રેન્ટ એલાઉન્સ , પરિવહન ભથ્થું અને રેશન મનીની સુવિધા પણ મળવાપાત્ર રહેશે. આર્થિક રીતે સધ્ધર અને પ્રતિષ્ઠિત નોકરી મેળવવા માંગતા યુવાનો માટે આ એક શ્રેષ્ઠ તક છે. આ ભરતી માટેની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન રાખવામાં આવી છે.  રસ ધરાવતા ઉમેદવારોએ SSBની સત્તાવાર વેબસાઇટ ssb.gov.in પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.