April 1, 2026
ગુજરાત

ગુજરાતમાં 'સુગમ ડિજિટલ ગુજરાત' પહેલ શરૂ: આવક, જાતિના દાખલા અને રેશનકાર્ડ સહિત 20 સેવાઓ હવે સંપૂર્ણ ઓનલાઇન

06:08:00 PM
Save
Mar 23, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ગુજરાતમાં 'સુગમ ડિજિટલ ગુજરાત' પહેલ શરૂ: </span>આવક, જાતિના દાખલા અને રેશનકાર્ડ સહિત 20 સેવાઓ હવે સંપૂર્ણ ઓનલાઇન</strong></p>

ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોની સુવિધા માટે વહીવટી પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવતા 'સુગમ ડિજિટલ ગુજરાત' પહેલની શરૂઆત કરી છે. આ અંતર્ગત આવક અને જાતિના દાખલા તેમજ રેશનકાર્ડમાં સુધારા જેવી સૌથી વધુ માંગ ધરાવતી 20 સરકારી સેવાઓ હવે નાગરિકોને ઘરે બેઠા આંગળીના ટેરવે ઓનલાઇન ઉપલબ્ધ થશે.

વિકસિત ભારતના વિઝન હેઠળ ફેસલેસ અને પેપરલેસ વહીવટ 

23 માર્ચ, 2026 ના રોજ ગાંધીનગર ખાતેથી પ્રાપ્ત સત્તાવાર માહિતી અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત' ના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાત વહીવટી સુધારા પંચના 5 માં અહેવાલની ભલામણોના આધારે 20 સેવાઓને સંપૂર્ણપણે ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ બનાવવામાં આવી છે. નોંધનીય છે કે, ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર દર વર્ષે આવતી અંદાજે 1.20 કરોડ અરજીઓમાંથી આશરે 87 લાખ અરજીઓ માત્ર આ 20 હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓ માટે જ હોય છે.

5 વિવિધ વિભાગોની 20 સેવાઓનો સમાવેશ 

પ્રથમ તબક્કામાં જે 20 સેવાઓ ઓનલાઇન કરાઈ છે તેમાં 5 મુખ્ય સરકારી વિભાગોને આવરી લેવાયા છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની 11 સેવાઓ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની 6 સેવાઓ જેવી કે, રેશનકાર્ડમાં નામ ઉમેરવા/કમી કરવા, અલગ, નવું કે ડુપ્લિકેટ રેશનકાર્ડ અને મહેસૂલ વિભાગની 1 સેવા જેમાંનકલ મેળવવાની વિનંતી, કાયદા વિભાગની 1 સેવા અને આદિજાતિ વિકાસ વિભાગની ST જાતિનું પ્રમાણપત્ર સમાવેશ થાય છે.

ડિજિટલ વેરિફિકેશન અને વોટ્સએપ દ્વારા સેવા વિતરણ 

આ નવી વ્યવસ્થા અંતર્ગત નાગરિકોના ડેટાની એકવાર એન્ટ્રી કર્યા બાદ તેનો અન્ય સેવાઓમાં પુનઃ ઉપયોગ કરી શકાશે, જેથી વારંવાર બિનજરૂરી દસ્તાવેજો આપવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. પ્રક્રિયાને પારદર્શક બનાવવા આધારકાર્ડ આધારિત ઓળખ, API દ્વારા ઓનલાઈન રેકોર્ડ ચકાસણી અને ડીજીલોકરનું ઇન્ટિગ્રેશન કરાયું છે. આ ઉપરાંત, અરજદારોને eSign, UPI દ્વારા ઓનલાઈન પેમેન્ટ અને વોટ્સએપ મારફતે QR કોડ ધરાવતા પ્રમાણપત્રો સીધા મોબાઈલ પર જ વિતરિત કરવાની સુવિધા ઊભી કરવામાં આવી છે.

ભવિષ્યનું આયોજન અને નાગરિકોને થનારા ફાયદા 

સરકારના આ નાગરિક-કેન્દ્રી પગલાંથી લોકોને કચેરીના ધક્કા ખાવામાંથી સંપૂર્ણ મુક્તિ મળશે, જેનાથી તેમના સમય અને પરિવહન ખર્ચની મોટી બચત થશે. ભવિષ્યમાં રાજ્ય સરકાર આ જ સુગમ ડિજિટલ ગુજરાત પહેલ હેઠળ વધુ સેવાઓને આવરી લેવા અને ગુજરાતી ભાષાના AI મોડલ્સ વિકસાવવા જેવા અત્યાધુનિક ટેક્નોલોજી આધારિત પ્રોજેક્ટ્સ હાથ ધરવાનું પણ આયોજન ધરાવે છે.