April 9, 2026
હેલ્થ

શું તમે હેલ્થ કોન્શિયસ છો? તો જાણો ઉનાળામાં એનર્જી ડ્રિંક્સમાં ખાંડ વાપરવી જોઈએ કે મધ

04:22:00 PM
Save
Apr 9, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>શું તમે હેલ્થ કોન્શિયસ છો? </strong></span>તો જાણો ઉનાળામાં એનર્જી ડ્રિંક્સમાં ખાંડ વાપરવી જોઈએ કે મધ</p>

ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ આપણે શરીરને ઠંડક આપવા અને હાઈડ્રેટ રાખવા માટે લસ્સી, શરબત, લીંબુ પાણી અને વિવિધ કોલ્ડ ડ્રિંક્સનો સહારો લઈએ છીએ. સામાન્ય રીતે આ તમામ પીણાંમાં મીઠાશ ઉમેરવા માટે આપણે સફેદ ખાંડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જોકે, છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ વધતા હવે લોકો ખાંડના વિકલ્પ તરીકે દેશી મધ તરફ વળ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર મધ એ ખાંડ કરતા શ્રેષ્ઠ વિકલ્પ છે? સૌપ્રથમ ખાંડ અને મધ વચ્ચેના પાયાના તફાવતને સમજવો જરૂરી છે.

સફેદ ખાંડ એ એક રિફાઈન્ડ ઉત્પાદન છે. તેને બનાવવાની ફેક્ટરી પ્રક્રિયા દરમિયાન તેમાંથી તમામ કુદરતી વિટામિન્સ અને મિનરલ્સ નાશ પામે છે, જેના કારણે તેમાં માત્ર ખાલી કેલરી બચે છે. બીજી તરફ, કુદરતી મધ સીધું મધમાખીના છત્તામાંથી મેળવવામાં આવતું હોવાથી તેમાં કુદરતી રીતે જ એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને પ્રોટીન જળવાઈ રહે છે, જે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. ઉનાળાના દિવસોમાં મધના સેવનના અનેક વિશિષ્ટ ફાયદાઓ છે. ગરમીના કારણે ઘણીવાર પાચનતંત્ર નબળું પડે છે, જેમાં મધ રામબાણ ઈલાજ સાબિત થાય છે.

મધ મેટાબોલિઝમમાં સુધારો કરે છે અને પેટમાં ઠંડક આપે છે. આ ઉપરાંત, મધમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણો ઉનાળાની ઋતુમાં ગરમીના કારણે થતા વિવિધ ઇન્ફેક્શન કે ચેપ સામે લડવાની શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જે લોકો ફિટનેસ પ્રત્યે જાગૃત છે અને નિયમિત જીમ કે યોગ કરે છે, તેમના માટે ઉનાળામાં મધ એ એક 'પાવરફુલ ફ્યુઅલ' છે. તે શરીરમાં લાંબા સમય સુધી ઉર્જા જાળવી રાખે છે અને થાક દૂર કરવામાં મદદ કરે છે. ખાંડ ખાવાથી જે ઇન્સ્ટન્ટ સુગર સ્પાઈક આવે છે તેના બદલે મધ કુદરતી રીતે એનર્જી લેવલને બૂસ્ટ કરે છે.

ગરમીમાં લૂ લાગવા જેવી પરિસ્થિતિમાં મધ સાથેનું પાણી પીવાથી શરીરમાં તરત જ તરવરાટ અનુભવાય છે. જોકે, મધ ખરીદતી વખતે સાવચેતી રાખવી પણ તેટલી જ જરૂરી છે. બજારમાં મળતું મોટાભાગનું મધ અત્યંત ગાળેલું હોય છે, જેનાથી તેના કુદરતી પરાગકણ નાશ પામે છે અને તે માત્ર ચાસણી જેવું બની જાય છે. વધુમાં, એ યાદ રાખવું જોઈએ કે મધમાં પણ કેલરી હોય છે. તેથી જો તમે વજન ઘટાડવાની પ્રક્રિયામાં હોવ, તો મધનો ઉપયોગ પણ મર્યાદિત અને યોગ્ય પ્રમાણમાં જ કરવો હિતાવહ છે. ઉનાળાના ઠંડા પીણાંમાં ખાંડના મીઠા ઝેરથી બચવા માટે મધ એક ઉત્તમ અને પૌષ્ટિક વિકલ્પ છે.

તે માત્ર પીણાને સ્વાદિષ્ટ નથી બનાવતું, પરંતુ શરીરમાં પોષક તત્વોની પૂર્તિ પણ કરે છે. પરંતુ મધનો ઉપયોગ કરતી વખતે તે શુદ્ધ હોય તેની ખાતરી કરવી અને કોઈપણ સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ મુજબ જ ડાયેટમાં ફેરફાર કરવો જોઈએ.