April 4, 2026
ગુજરાત

સુલતાનપુર : બહારગામ જતાં પરિવારની કારમાં અચાનક લાગી આગ, સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી... 

10:53:00 AM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુલતાનપુર : </strong></span>બહારગામ જતાં પરિવારની કારમાં અચાનક લાગી આગ, <strong>સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી... </strong></p>

ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ નજીક આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જેમાં એક ચાલતી ફોરવીલ કાર જોતજોતામાં આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, એક પરિવાર કારમાં સવાર થઈને ગામથી બહારગામ જવા નીકળ્યો હતો, ત્યારે અચાનક સુલતાનપુર પાસે પહોંચતા જ કારની પાછળની સીટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. કારચાલકની સતર્કતા અને ત્વરિત નિર્ણયને કારણે મોટી જાનહાનિ ટળી હતી. ધુમાડો દેખાતા જ કારમાં સવાર ચારેય વ્યક્તિઓ તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા, જેના ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી કાર ભડભડ સળગવા લાગી હતી.

કારના માલિકે આ ભયાનક અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, તેઓ શાંતિથી મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક પાછળના ભાગેથી ધુમાડો નીકળતો જોઈ તેઓ ચોંકી ગયા હતા. કાર ઉભી રાખીને તપાસ કરવા જતાં જ આગનો ભડકો થયો હતો, જે એટલો ઝડપી હતો કે પાણીનો છંટકાવ કરવા છતાં પણ તેને કાબૂમાં લેવી અશક્ય બની ગઈ હતી. જોતજોતામાં મોંઘીદાટ કાર લોખંડના ભંગારમાં ફેરવાઈ ગઈ હતી. સદનસીબે, આગ વધુ પ્રસરે તે પહેલા તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા. આ ઘટનાને પગલે રસ્તા પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. આ અકસ્માતે મુસાફરોમાં ફફડાટ ફેલાવી દીધો છે.