April 1, 2026
ભારત

માનવતાનું પતન: મદદ કરવાને બદલે લોકો મોબાઈલ કાઢે છે, સોશિયલ મીડિયાની ઘેલછાને સુપ્રીમ કોર્ટે ગણાવી 'સંક્રામક રોગ'

01:08:00 PM
Save
Mar 21, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>માનવતાનું પતન: </strong></span>મદદ કરવાને બદલે લોકો મોબાઈલ કાઢે છે, સોશિયલ મીડિયાની ઘેલછાને સુપ્રીમ કોર્ટે ગણાવી 'સંક્રામક રોગ'</p>

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવાની વધતી જતી ઘેલછા અને તેનાથી ન્યાયિક પ્રક્રિયા પર પડતી નકારાત્મક અસરો અંગે સુપ્રીમ કોર્ટે અત્યંત ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે મહત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું કે, મોબાઈલ રાખનાર દરેક વ્યક્તિ અત્યારે પોતાની જાતને 'મીડિયા' સમજી રહી છે, ન્યાયિક સુનાવણી માટે મોટો ખતરો બની રહ્યો છે. જનહિત અરજીની સુનાવણી દરમિયાન માનવતાના પતન પર વેધક સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું કે, જ્યારે રસ્તા પર કોઈ અકસ્માત થાય છે અથવા કોઈ વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં હોય છે, ત્યારે લોકો તેની મદદ કરવાને બદલે 'કન્ટેન્ટ' બનાવવા માટે મોબાઈલ કાઢીને વીડિયો ઉતારવા લાગે છે.

અદાલતે આ વૃત્તિને એક 'સંક્રામક રોગ' સમાન ગણાવી હતી,સુનાવણી દરમિયાન એવી રજૂઆત કરવામાં આવી હતી કે, પોલીસ ધરપકડ કરાયેલા આરોપીઓના ફોટા અને વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર અપલોડ કરે છે. આનાથી જનતાના મનમાં પૂર્વગ્રહ બંધાય છે. જ્યારે પુરાવાના અભાવે આરોપી નિર્દોષ છૂટે છે, ત્યારે લોકો અજ્ઞાનતાવશ ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવે છે. જસ્ટિસ બાગચીએ ઉમેર્યું કે, પોલીસે બ્રીફિંગ દ્વારા આરોપીઓ સામે પૂર્વગ્રહ પેદા ન કરવો જોઈએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ મામલે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર એવા અનેક ટેબ્લોઇડ્સ અને પેજ ચાલે છે જેમને 'બ્લેકમેલર્સ' કહી શકાય.

આવા પ્લેટફોર્મ્સ કોઈ પણ જવાબદારી વગર ભ્રામક માહિતી ફેલાવે છે, જે સામાજિક શાંતિ અને ન્યાય પ્રક્રિયા માટે જોખમી છે. નાના શહેરો અને ગામડાઓમાં લોકો મીડિયાકર્મી હોવાનું નકલી ઓળખપત્ર બનાવીને ફરે છે અને પોતાના વાહનો પર ખોટા લખાણો પ્રદર્શિત કરે છે. ટીવી ચેનલો અમુક હદ સુધી સંયમિત છે, પરંતુ સોશિયલ મીડિયાનું 'એટોમાઇઝેશન' (દરેક વ્યક્તિનું સ્વતંત્ર માધ્યમ હોવું) એ ન્યાયિક પ્રણાલી સામેની મોટી સમસ્યા છે.