April 11, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 27% OBC અનામત: સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટકેલું છે ગુજરાતનું ભાવિ!

11:58:00 AM
Save
Apr 9, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સ્થાનિક સ્વરાજની ચૂંટણી </strong></span>અને 27% OBC અનામત: સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટકેલું છે ગુજરાતનું ભાવિ!</p>

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હાલ કાયદાકીય ગૂંચમાં ફસાઈ હોય તેમ જણાય છે. પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર આવતીકાલે, 10 એપ્રિલ 2026ના રોજ સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ એક અત્યંત નિર્ણાયક સુનાવણી હાથ ધરવામાં આવશે,આ અરજીમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી 27% OBC અનામતની નીતિને સીધી રીતે પડકારવામાં આવી છે. અરજદારની માંગ છે કે જ્યાં સુધી અનામત અંગેની કાયદાકીય વિસંગતતાઓ દૂર ન થાય ત્યાં સુધી રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા પર રોક લગાવવામાં આવે.

આ સુનાવણીના પરિણામો પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે, પિટિશનમાં ઉઠાવવામાં આવેલો સૌથી મહત્વનો મુદ્દો 'ટ્રિપલ ટેસ્ટ'નો છે. સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશ મુજબ, કોઈપણ સ્થાનિક સંસ્થામાં અનામત નક્કી કરતા પહેલા ટ્રિપલ ટેસ્ટના માપદંડોનું ચુસ્ત પાલન કરવું અનિવાર્ય છે. અરજીમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે શું ગુજરાત સરકારે આ પ્રક્રિયાને યોગ્ય રીતે અનુસરી છે? બીજો મુખ્ય મુદ્દો અનામતની મર્યાદાનો છે. ભારતીય બંધારણ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અનુસાર, કુલ અનામત (SC, ST અને OBC મળીને) 50 ટકાની નિર્ધારિત મર્યાદાથી વધવી જોઈએ નહીં.

અરજદારનો દાવો છે કે વર્તમાન ફાળવણીમાં આ મર્યાદાનું ઉલ્લંઘન થવાની શક્યતા છે, જેની ચકાસણી થવી જરૂરી છે. જસ્ટિસ ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે રાજ્ય સરકારે બેઠકોની ફાળવણી કરી છે. જોકે, પિટિશનમાં આ રિપોર્ટની તર્કસંગતતા અને તેની બંધારણીય માન્યતા અંગે પણ ગંભીર સવાલો ઉભા કરવામાં આવ્યા છે. બેઠકોની આ ફાળવણી કેટલા અંશે ન્યાયી છે તે હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે. રાજ્ય ચૂંટણી આયોગે એપ્રિલ 2026ના અંત સુધીમાં 15 મહાનગરપાલિકાઓ સહિતની અન્ય સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજવાની તમામ તૈયારીઓ કરી લીધી છે.

પરંતુ, જો આવતીકાલે સુપ્રીમ કોર્ટ આ મામલે સ્ટે આપે છે, તો ચૂંટણીની પ્રક્રિયા લાંબા સમય સુધી પાછી ઠેલાઈ શકે છે, જેની અસર રાજ્યના વહીવટ પર પડશે. PESA વિસ્તારોમાં હાલમાં 10% અનામત રાખવામાં આવી છે, જ્યારે અન્યત્ર 27% છે. સુપ્રીમ કોર્ટનો આવતીકાલનો ચુકાદો માત્ર કાયદાકીય નહીં પણ રાજકીય રીતે પણ ખૂબ મહત્વનો છે. આ નિર્ણયથી રાજ્યના સામાજિક સમીકરણો બદલાઈ શકે છે અને તમામ રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ ફરીથી ઘડવી પડી શકે છે.