April 10, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

ચૂંટણી પહેલા જ 'આપ'ને મોટો ઝટકો : સુરત આપમાં મનપાની ટિકિટ મળ્યા છતાં ડો. પ્રીતિ સદાદીયાએ કેમ પકડ્યો આ પાર્ટીનો હાથ?

09:38:00 AM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ચૂંટણી પહેલા જ 'આપ'ને મોટો ઝટકો :</strong></span> સુરત આપમાં મનપાની ટિકિટ મળ્યા છતાં ડો. પ્રીતિ સદાદીયાએ કેમ પકડ્યો આ પાર્ટીનો હાથ?</p>

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ફટકો પડ્યો છે. સુરતમાં પાર્ટીના પાયાના કાર્યકર અને હોમિયોપેથિક ડોક્ટર પ્રીતિ સદાદિયાએ તેમને ફાળવવામાં આવેલી ટિકિટનો અસ્વીકાર કરીને પક્ષમાંથી રાજીનામું ધરી દેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ડો. પ્રીતિ છેલ્લા પાંચ વર્ષથી વોર્ડ નંબર 7માં સક્રિય રીતે સેવા આપી રહ્યા હતા અને આ ચૂંટણીમાં પણ તેઓ તે જ વિસ્તારમાંથી લડવા માંગતા હતા, પરંતુ પક્ષ દ્વારા તેમને વોર્ડ નંબર 12માં ટિકિટ આપવામાં આવતા તેમની નારાજગી સામે આવી હતી. મળતી માહિતી અનુસાર, આપમાં રાજીનામુ આપ્યાં બાદ હવે કોંગ્રેસમાં જોડાયા છે.

ડો. પ્રીતિએ પ્રદેશ પ્રમુખને ઉદ્દેશીને લખેલા તેમના રાજીનામા પત્રમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટીના સ્થાનિક મોવડી મંડળના નિર્ણયોથી તેઓ અત્યંત નિરાશ છે. તેમણે સીધો પ્રહાર કરતા લખ્યું કે દિલ્હીથી આવેલા સહયોગીઓ અને પક્ષના કેટલાક બિનઅનુભવી હોદ્દેદારો માત્ર ફંડ ઉઘરાવવાની પ્રવૃત્તિમાં જ રસ ધરાવે છે, જેના કારણે તેમના નૈતિક મૂલ્યો અને પાર્ટીની વર્તમાન કાર્યપદ્ધતિ વચ્ચે મોટો તફાવત સર્જાયો છે. આ આંતરિક વિખવાદનો લાભ લેતા કોંગ્રેસે તુરંત જ ડો. પ્રીતિની સામાજિક પકડ અને લોકપ્રિયતાને પારખીને તેમને મેદાનમાં ઉતાર્યા છે.

સુરતમાં આપ પાર્ટી માટે આ સ્થિતિ વધુ કફોડી બની છે કારણ કે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 98 ઉમેદવારો જાહેર કર્યા છે, પરંતુ તેમાં વારંવાર બદલાવ અને વિરોધને કારણે પક્ષની છબી ખરડાઈ રહી છે. ગત યાદીમાં પણ ભારે વિરોધ થતા બે ઉમેદવારોના નામ રદ કરવાની નોબત આવી હતી. એકતરફ ભાજપને ટક્કર આપવાના દાવા કરતી આપ પાર્ટી માટે પોતાના જ સંગઠનને સાચવવું હવે પડકારજનક બની ગયું છે. હવે તેઓ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે, જેનાથી વોર્ડ નંબર 12 અને 7ના સમીકરણોમાં મોટો પલટો આવવાની શક્યતા સેવાઈ રહી છે.