April 3, 2026
ગુજરાત

બે પૈડાં રસ્તા પર હવામાં લટકતા ને બે ગટરની અંદર! અમરોલીમાં SMCની કચરાની ગાડી ગટરમાં ફસાતા ભારે જહેમત બાદ બહાર કઢાઈ...

01:57:00 PM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>બે પૈડાં રસ્તા પર હવામાં લટકતા ને બે ગટરની અંદર</strong></span>! અમરોલીમાં SMCની કચરાની ગાડી ગટરમાં ફસાતા ભારે જહેમત બાદ બહાર કઢાઈ...</p>

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આજે એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન કરતી ગાડી ગટરમાં ફસાઈ ગઈ હતી. રોજબરોજની જેમ સવારે જ્યારે આ કચરાની ગાડી સોસાયટીઓમાંથી કચરો એકઠો કરી રહી હતી, ત્યારે અચાનક રોડ પર આવેલા ગટરના મુખ્ય હોલનું ઢાંકણું વજન સહન ન કરી શકતા તૂટી પડ્યું હતું. પરિણામે, ગાડીનું આખું ટાયર અને પાછળનો ભાગ ગટરમાં ગરકાવ થઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કચરાની ગાડી ફસાઈ જવાથી સ્થાનિક માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને આસપાસના લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.

આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક રહીશો અને મહાનગરપાલિકાના કર્મચારીઓ દોડી આવ્યા હતા. ગટરનું ઢાંકણું તૂટી જવાથી ગાડી એવી રીતે ફસાઈ હતી કે તેને સામાન્ય રીતે બહાર કાઢવી અશક્ય બની ગઈ હતી. ત્યારબાદ ભારે જહેમત બાદ મહામહેનતે કચરાની ગાડીને ગટરમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. સ્થાનિકોમાં આ બાબતે ચર્ચા જાગી હતી કે રસ્તા પરના નબળા ગટરના ઢાંકણા ગમે ત્યારે મોટી દુર્ઘટના નોતરી શકે છે.