April 1, 2026
ગુજરાત

સુરત : ભગવાન મહાવીર કોલેજના નર્સિંગ વિભાગમાં લાગી આગ, ફાયર ફાઇટરોની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી...

08:45:00 AM
Save
Mar 27, 2026
Share :

સુરત : ભગવાન મહાવીર કોલેજના નર્સિંગ વિભાગમાં લાગી આગ, ફાયર ફાઇટરોની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી...

સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજમાં આજે સવારના સમયે આગની એક ઘટના બનતા શૈક્ષણિક સંકુલમાં દોડધામ મચી ગઈ હતી. શુક્રવારની સવારે કોલેજના નર્સિંગ ડિપાર્ટમેન્ટના પહેલા માળે આવેલી ઓફિસમાં અચાનક એસીના વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓએ ઓફિસમાં રહેલા બારીના પડદા અને ACના કેબલોને પોતાની લપેટમાં લઈ લીધા હતા, જેના કારણે ઓફિસમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અચાનક લાગેલી આગને કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં થોડો સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

સવારે અંદાજે 8:45 વાગ્યે ફાયર બ્રિગેડને કોલ આવ્યો હતો. આગની જાણ થતા જ  સુરત ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત એક્શનમાં આવી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા વેસુ અને ભીમરાડ ફાયર સ્ટેશનના ફાયર એન્જિનો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. આ સાથે જ કોલેજના બંને ગેટ પર તૈનાત ફાયર સેફ્ટીની ટીમોએ પણ સમય ગુમાવ્યા વગર આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

સબ ફાયર ઓફિસર કિશોર પટેલ પણ પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને કુનેહપૂર્વક કામગીરી કરી આગને વધુ પ્રસરાતી અટકાવી હતી. મિનિટોમાં જ ફાયર વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને કુલિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. સમયસરની કામગીરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી અને મિલકતને વધુ નુકસાન થતું બચાવી લેવાયું હતું.