April 11, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

સુરત સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી : ફરી એકવાર મળ્યો મોકો, ભાજપના પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ ટિકિટ મળતા વ્યક્ત કર્યો  આશાવાદ...

03:57:00 PM
Save
Apr 11, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરત સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી : </strong></span>ફરી એકવાર મળ્યો મોકો, <strong>ભાજપના પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ ટિકિટ મળતા વ્યક્ત કર્યો  આશાવાદ...</strong></p>

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ શહેરના તમામ  30 વોર્ડના 120 ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરીને ચૂંટણી જંગનું રણશિંગુ ફૂંકી દીધું છે. આ વખતે ભાજપ હાઈકમાન્ડે સુરતમાં ધરખમ ફેરફારો કરતા 'નો-રિપીટ' થિયરી પર ભાર મૂક્યો હોય તેમ જણાય છે. કુલ 120 બેઠકોમાંથી 82 બેઠકો પર તદ્દન નવા અને યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારીને પક્ષે આશ્ચર્ય સર્જ્યું છે, જ્યારે માત્ર 38 જૂના જોગીઓ પર ફરીથી પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. આ યાદી જોતા સ્પષ્ટ જણાય છે કે પક્ષે અનુભવ અને નવી ઉર્જાનું મિશ્રણ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ નવા ચહેરાઓની સંખ્યા વધુ હોવાથી પક્ષમાં આંતરિક રીતે અનેક તર્ક-વિતર્ક પણ વહેતા થયા છે.

સ્થાનિક ધારાસભ્યોનું વર્ચસ્વ અને સંગઠનની વ્યૂહરચના

ટિકિટ ફાળવણીની આ પ્રક્રિયામાં સ્થાનિક સ્તરે રાજકીય સમીકરણો પણ બદલાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટાભાગના એવા ઉમેદવારોને ટિકિટ મળી છે જેઓ સ્થાનિક ધારાસભ્યોની નજીકના માનવામાં આવે છે. આ બાબત સૂચવે છે કે આગામી મનપાની ચૂંટણીમાં ધારાસભ્યોની ભૂમિકા અત્યંત નિર્ણાયક બની રહેશે. બીજી તરફ, સંગઠન સ્તરે પણ મોટા સમાચાર એ છે કે શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે આ વખતે ચૂંટણી મેદાનમાં ન ઉતરવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે સંગઠનમાં નવી ચર્ચાઓ જાગી છે. જોકે, પૂર્વ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન જેવા કદાવર નેતાઓને ફરીથી ચૂંટણી જંગમાં ઉતારીને ભાજપે વહીવટી અનુભવને પણ પ્રાધાન્ય આપ્યું છે, જેથી નવા ચૂંટાયેલા સભ્યોને યોગ્ય માર્ગદર્શન મળી રહે.

વિકાસના મુદ્દે પૂર્વ મેયર દક્ષેશ માવાણીનો આશાવાદ

ટિકિટ મળ્યા બાદ પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ પોતાની પ્રતિક્રિયા આપતા પક્ષનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સુરત શહેરના મતદારોએ અને પક્ષે તેમના પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ તેઓ આભારી છે. સુરત આજે જે ગતિએ વિકાસ કરી રહ્યું છે તે ભાજપના શાસનની ફળશ્રુતિ છે. માવાણીએ વધુમાં ઉમેર્યું કે, તમામ વિસ્તારોમાં સમાન રીતે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે અને વિકાસના કામો છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ વિકાસના કામોને જ મુખ્ય મુદ્દો બનાવીને ભાજપ મતદારો પાસે જશે. 120 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપના તમામ ઉમેદવારો હવે પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે, જેના કારણે ડાયમંડ સિટી સુરતનું રાજકારણ હવે લોકશાહીના આ પર્વમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે.