April 11, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

સુરત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી : ઉમેદવારુનું લિસ્ટ જાહેર, 'ક્યાંક ખુશી, ક્યાંક ગમ' જેવો માહોલ, પ્રિયા માલુસરેની ટિકિટ કપાતા સમર્થકો નારાજ...

03:57:00 PM
Save
Apr 11, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી : </strong></span>ઉમેદવારુનું લિસ્ટ જાહેર, 'ક્યાંક ખુશી, ક્યાંક ગમ' જેવો માહોલ, <strong>પ્રિયા માલુસરેની ટિકિટ કપાતા સમર્થકો નારાજ...</strong></p>

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા જ આંતરિક અસંતોષની જ્વાળાઓ બહાર આવી છે. વર્ષોથી પક્ષ માટે પરસેવો પાડનારા પીઢ કાર્યકર્તાઓમાં ટિકિટ ફાળવણીને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને વોર્ડ નંબર 8માં મહિલા મોરચાના પૂર્વ મહામંત્રી પ્રિયા સંતોષ માલુસરેની ટિકિટ કપાતા કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. પક્ષના આ નિર્ણયથી નારાજ થયેલા સમર્થકોએ હવે નવા ઉમેદવારોનો પ્રચાર ન કરવાની ચીમકી ઉચ્ચારી છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

વફાદારી વિરુદ્ધ નવા ચહેરા : માયાબેન પાટીલની પસંદગીથી જૂના કાર્યકરોમાં ભારે રોષ

લાંબા સમયથી ભાજપના પાયાના કાર્યકર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પ્રિયા માલુસરેની ટિકિટ કાપીને માયાબેન પાટીલને તક આપવામાં આવતા વિવાદ વકર્યો છે. કાર્યકરોનો આક્ષેપ છે કે માયાબેન પાટીલ પક્ષમાં નવા હોવા છતાં તેમને તાત્કાલિક ટિકિટ આપી દેવામાં આવી છે, જ્યારે વર્ષોથી પક્ષનું કામ કરનારા પાયાના ઉમેદવારોની અવગણના કરવામાં આવી છે. આ પરિસ્થિતિને જોતા હવે કાર્યકર્તાઓએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આગામી ઇલેક્શનમાં પક્ષના ઉમેદવારનો પ્રચાર કરશે નહીં.

રામ-રામ કરવાની તૈયારી : સમસ્ત મરાઠા સમાજમાં અન્યાયની લાગણી સાથે પક્ષત્યાગનો મધપૂડો છંછેડાયો

આ વિવાદ માત્ર વ્યક્તિગત ટિકિટ સુધી સીમિત રહ્યો નથી, પરંતુ હવે તેમાં જ્ઞાતિગત સમીકરણો પણ ઉમેરાયા છે. સમસ્ત મરાઠા સમાજ રાયગઢ દ્વારા એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપે જાણીજોઈને મરાઠા સમાજ સાથે અન્યાય કર્યો છે. પ્રિયા માલુસરેની અવગણના થતા હવે તેઓ અને તેમના વિશાળ સમર્થક વર્ગે ભાજપને 'રામ-રામ' કરવાનો મક્કમ નિર્ણય લીધો છે. સેંકડો કાર્યકર્તાઓ પક્ષ સાથે છેડો ફાડી રહ્યા હોવાથી ભાજપની વોટબેંક પર મોટી અસર પડવાની શક્યતા દેખાઈ રહી છે. જો પક્ષ દ્વારા આ નારાજગી દૂર કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સત્તાધારી પક્ષ માટે મુશ્કેલીઓ વધી શકે છે.