April 11, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

જેની રાહ જોવાતી હતી એ 'લિસ્ટ' આવી ગયું! ભાજપે સુરત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કર્યા

01:33:00 PM
Save
Apr 11, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>જેની રાહ જોવાતી હતી એ 'લિસ્ટ' આવી ગયું!</strong></span> ભાજપે સુરત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કર્યા</p>

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો હવે ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં સુરત જિલ્લા માટે ઉમેદવારોના નામો પર આખરી મહોર મારી દેવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને અને દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં લાંબા મંથન બાદ આખરે સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી બહાર આવતા જ "કોનું પત્તું કપાયું અને કોનું નસીબ ચમક્યું" તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સુરત જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, જેમાં અનેક નવા ચહેરાઓને સ્થાન આપીને પક્ષે યુવા જોશ અને અનુભવનું મિશ્રણ કરવાનો પ્રયાસ કર્યો છે.

ચૂંટણીના આ ધમધમાટ વચ્ચે માત્ર જિલ્લા પંચાયત જ નહીં, પરંતુ ચોર્યાસી, કામરેજ, પલસાણા, ઉમરપાડા, માંડવી, બારડોલી, મહુવા, માંગરોળ, ઓલપાડ તેમજ અંબિકા અને અરેઠ જેવી મહત્વની તાલુકા પંચાયતો માટે પણ ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તરસાડી, કડોદરા અને માંડવી જેવી નગરપાલિકાઓમાં પણ સત્તા કબજે કરવા માટે ભાજપે પોતાના મહારથીઓને મેદાનમાં ઉતાર્યા છે. ટિકિટ વિતરણમાં પક્ષે શિસ્ત અને સમીકરણોને પ્રાધાન્ય આપ્યું છે, જેના કારણે કેટલાક જૂના જોગીઓના પત્તા કપાયા હોવાનું પણ સામે આવ્યું છે. 'કમલમ' ખાતે લેવાયેલા આ નિર્ણય બાદ હવે તમામ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે પ્રચારના મેદાનમાં કૂદી પડ્યા છે. સ્થાનિક સ્તરે વિકાસના મુદ્દાઓ અને પક્ષની લોકપ્રિયતાના આધારે ભાજપ આ ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે, જ્યારે ટિકિટથી વંચિત રહેલા દાવેદારોમાં આંતરિક ગણગણાટ પણ જોવા મળી રહ્યો છે.

જુઓ સંપૂર્ણ યાદી.... 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20