April 7, 2026
ક્રાઈમ

સુરત : ચોક બજાર પોલીસની સરાહનીય કામગીરી, સગીરાનું અપહરણ કરી બે મહિના સુધી દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડ્પાયો...

09:44:00 AM
Save
Apr 7, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરત : ચોક બજાર પોલીસની સરાહનીય કામગીરી,</strong></span> સગીરાનું અપહરણ કરી બે મહિના સુધી દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડ્પાયો...</p>

સુરતના ઐતિહાસિક ચોક બજાર વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે એક સગીર વયની કિશોરી ગુમ થવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી હતી. આ મામલે સગીરાના પરિવારજનોએ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ મામલો અપહરણનો હોવાનું જણાતા પોલીસે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી સગીરાને પટલાવી-ફોસલાવીને કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયો છે. સગીરાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી.

પોલીસની સરાહનીય કામગીરી
પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અથાક મહેનત કરી હતી, જેમાં શહેરના વિવિધ વિસ્તારોના આશરે 50થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ઝીણવટભરી રીતે તપાસવામાં આવ્યા હતા. આ CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને ચોક્કસ કડી મળી હતી કે આરોપી તેના મિત્રના સંપર્કમાં છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે, આરોપીએ છેલ્લા બે મહિના દરમિયાન સગીરાની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાની લાચારીનો ફાયદો ઉઠાવીને આરોપીએ અત્યંત ક્રૂરતાપૂર્વક આ કૃત્ય આચર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

આ દરમિયાન, પોલીસને પાકી બાતમી મળી હતી કે આરોપી સુરતના ફૂલવાડી વિસ્તારમાં તેના એક મિત્ર પાસેથી નાણાં મેળવવા માટે આવવાનો છે અને ત્યાંથી આર્થિક સગવડ કરીને મધ્યપ્રદેશ ભાગી જવાની ફિરાકમાં છે. આ માહિતી મળતા જ ચોક બજાર પોલીસે ફૂલવાડી પાસે વોચ ગોઠવી હતી. જેવો આરોપી ત્યાં પહોંચ્યો કે તરત જ પોલીસે તેને દબોચી લીધો હતો અને તેની સાથે રહેલી ભોગ બનનાર કિશોરીને પણ હેમખેમ છોડાવી લીધી હતી. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેનું નામ ગુડ્ડુ કુમાર શાહ હોવાનું સામે આવ્યું છે. 

આરોપીની કરી ધરપકડ
હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કિશોરીને મેડિકલ તપાસ માટે મોકલી આપી છે અને આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.