April 1, 2026
ક્રાઈમ

સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાત, પોલીસે કુખ્યાત વ્યાજખોરો પાસે કરાવ્યું ઘટનાનું રીકન્સ્ટ્રક્શન

09:57:00 AM
Save
Mar 21, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાત, </strong></span>પોલીસે કુખ્યાત વ્યાજખોરો પાસે કરાવ્યું ઘટનાનું રીકન્સ્ટ્રક્શન</p>

સુરતના ઉત્રાણ વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી હીરા વેપારી સંદીપ મિયાણીએ કરેલા આપઘાતના કેસમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ઉત્રાણ પોલીસે ત્રણ વ્યાજખોરો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે. આજે પોલીસ આ વ્યાજખોરોને લંગડાતા પગે ઘટનાસ્થળે લઈ ગઈ હતી, જ્યાં મૃતકની પત્નીએ રડતી આંખે ન્યાયની માંગ કરી હતી. મૃતક હીરા વેપારી સંદીપ મિયાણીએ ગત 11મી માર્ચના રોજ ગોપીનગામ સર્કલ પાસે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતું.

આપઘાત કરતા પહેલા સંદીપે તેની પત્નીના મોબાઈલમાં એક હૃદયદ્રાવક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેણે વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ધમકીઓની આપવીતી વર્ણવી હતી. આ વીડિયો પુરાવા તરીકે સામે આવતા પોલીસે તપાસ તેજ કરી હતી. ઉત્રાણ પોલીસે આ કેસમાં સામેલ બે વ્યાજખોરોને ઝડપી પાડ્યા બાદ તેમને મૃતક વેપારીના ઘરે લઈ જઈ ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસના કડક વલણને કારણે કુખ્યાત વ્યાજખોરો લંગડાતા પગે ચાલતા જોવા મળ્યા હતા.

વ્યાજખોરોને પોતાના આંગણે જોઈ મૃતકની પત્ની ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી અને પોલીસ સામે બે હાથ જોડી વિનંતી કરી હતી કે, 'જેમણે મારો સંસાર ઉજાડ્યો છે તેમને એવી સજા આપજો કે તેઓ બીજા કોઈ નિર્દોષ સાથે આવું ન કરે'.આ ઘટનાએ સુરતના હીરા ઉદ્યોગ અને વેપારી આલમમાં ભારે રોષ જગાવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે વ્યાજખોરીના આ દૂષણને ડામવા માટે કડક પગલાં લેવામાં આવશે. ફરાર ત્રીજા આરોપીને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.