April 1, 2026
ગુજરાત

સુરત : પેટ્રોલ-ડીઝલની અછતની અફવાએ ઇલેક્ટ્રિક બાઇક બજારમાં લાવી તેજી : ઇન્કવાયરીમાં સીધો બમણો ઉછાળો... 

04:42:00 PM
Save
Mar 25, 2026
Share :
<p>સુરત : <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>પેટ્રોલ-ડીઝલની અછતની અફવાએ ઇલેક્ટ્રિક બાઇક બજારમાં લાવી તેજી : </strong></span>ઇન્કવાયરીમાં સીધો બમણો ઉછાળો... </p>

તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલની સંભવિત અછતને લઈને ફેલાયેલી અફવાઓની સીધી અસર હવે ઓટોમોબાઈલ માર્કેટમાં જોવા મળી રહી છે.  શ્રી જલારામ ઇલેક્ટ્રિકના માલિક પ્રશાંત રાઠોડના જણાવ્યા અનુસાર, ઈંધણના પુરવઠાને લઈને ઊભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે લોકો હવે પરંપરાગત વાહનોના બદલે ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) તરફ વળ્યા છે, જેના પરિણામે EV બાઇકની ડિમાન્ડમાં રાતોરાત મોટો વધારો નોંધાયો છે. ખાસ કરીને છેલ્લા 5 થી 7 દિવસના ટૂંકા ગાળામાં જ શોરૂમ પર આવતા ગ્રાહકોની પૂછપરછમાં બમણો વધારો થયો છે. અગાઉ જ્યાં દરરોજ સરેરાશ 20 થી 25 લોકો ઇન્કવાયરી માટે આવતા હતા, ત્યાં હવે આ આંકડો વધીને 45 થી 48 સુધી પહોંચી ગયો છે. ઈંધણના ભાવ અને અછતના ડરથી બચવા માટે મધ્યમ વર્ગ હવે ઇલેક્ટ્રિક મોબિલિટીને સુરક્ષિત અને સસ્તો વિકલ્પ માની રહ્યો છે.

શ્રી જલારામ ઇલેક્ટ્રિકના માલિક પ્રશાંત રાઠોડ

આ વેચાણના ટ્રેન્ડમાં એક નોંધપાત્ર બાબત એ સામે આવી છે કે કુલ ડિમાન્ડમાં 80 ટકા જેટલો હિસ્સો લો-સ્પીડ કોમર્શિયલ ઈલેક્ટ્રિક બાઇકનો છે. વ્યવસાયિક હેતુઓ અને સ્થાનિક હેરફેર માટે લો-સ્પીડ મોડલ્સની માંગ હાઈ-સ્પીડ બાઇક કરતા અનેકગણી વધારે જોવા મળી રહી છે.

હાઈ-સ્પીડ બાઇકની ડિમાન્ડ કોમર્શિયલ સેગમેન્ટની સરખામણીએ હાલ ઓછી છે. આ પરિવર્તન પાછળનું મુખ્ય કારણ ઓછો મેન્ટેનન્સ ખર્ચ અને ઈંધણના ખર્ચમાં થતી મોટી બચત છે, જે નાના વેપારીઓ અને ડિલિવરી કામગીરી સાથે જોડાયેલા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

માત્ર વ્યવસાયિક ક્ષેત્રે જ નહીં, પરંતુ વિદ્યાર્થી વર્ગમાં પણ ઇલેક્ટ્રિક બાઇકનો ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ વાલીઓ પોતાના સંતાનો માટે લો-સ્પીડ ઇલેક્ટ્રિક બાઇકની પસંદગી કરી રહ્યા છે. લાયસન્સની ઝંઝટ વગર ચાલતા આ વાહનો વિદ્યાર્થીઓ માટે અવરજવરનું સરળ સાધન બન્યા છે. આમ, એકતરફ પેટ્રોલની અછતનો ભય અને બીજી તરફ શૈક્ષણિક સત્રના વિરામ બાદ નવી ખરીદીના સંગમથી ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં હાલ સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રશાંતભાઈ રાઠોડ ઉમેરે છે કે, જે રીતે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે તે જોતા આગામી દિવસોમાં EV સેક્ટર હજુ વધુ મજબૂત બનશે.