April 1, 2026
ગુજરાત

સુરત : નકલી નોટના કૌભાંડી 'ઢોંગી' યોગગુરુ પ્રદીપની કામલીલાનો પર્દાફાશ, યુવતીઓ સાથે કરેલી અશ્લીલ ચેટના ફોટા વાઇરલ... 

02:36:00 PM
Save
Mar 26, 2026
Share :
<p>સુરત : <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>નકલી નોટના કૌભાંડી 'ઢોંગી' યોગગુરુ પ્રદીપની કામલીલાનો પર્દાફાશ, </strong></span>યુવતીઓ સાથે કરેલી અશ્લીલ ચેટના ફોટા વાઇરલ... </p>

સુરત જિલ્લાના ધોરણ પારડી સ્થિત યોગ આશ્રમના સંચાલક અને તાજેતરમાં નકલી નોટોના રેકેટમાં ઝડપાયેલા પ્રદીપ ગુરુના કરતૂતો હવે એક પછી એક બહાર આવી રહ્યા છે, જેણે સમાજ અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જગાડ્યો છે. પૂર્વ સાધકો દ્વારા કરવામાં આવેલા ચોંકાવનારા ખુલાસા મુજબ, પ્રદીપ ગુરુ યોગ અને ભક્તિના બહાને રાત્રિના અંધકારમાં યુવતીઓ સાથે અશ્લીલ ચેટ કરતો હતો. રાત્રે 12 થી સવારના 5 વાગ્યા સુધી તે અલગ-અલગ યુવતીઓ સાથે 'દિક્કુ' અને 'લવ યુ' જેવા શબ્દોના ઉપયોગ સાથે અત્યંત અંગત વાતો કરતો હોવાના આક્ષેપ થયા છે. , જેમાં ગુરુ-શિષ્યાના પવિત્ર સંબંધોને લજવતી વાતો અને રડતા ઈમોજી સાથે મહિલાઓની વ્યથા સાફ દેખાઈ રહી છે. 
કથિત યોગગુરુ પ્રદીપ મહારાજ યુવતીઓ સાથે મોડી રાત સુધી અશ્લીલ વાતો કરતો હોવાના પુરાવા સામે આવ્યા છે. સ્થાનિક રહીશોએ પણ અગાઉ આક્ષેપ કર્યા હતા કે રાત્રિના સમયે બહારથી અજાણી યુવતીઓ આશ્રમ કે ગામમાં આવતી હતી. યોગ અને અધ્યાત્મના નામે ચાલતી આ અનૈતિક પ્રવૃત્તિઓનો પર્દાફાશ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જનકભાઈ રાણપરિયા અને પ્રદીપ વચ્ચેની વાતચીતનો એક ઓડિયો વાઇરલ થયો છે, આ વાતચીતમાં પૂર્વ સાધક જનકભાઈ રાણપરિયા અંદાજે રૂ. 90 થી 95 લાખ જેવી માતબર રકમની માંગણી કરી રહ્યા છે, જેની સામે પ્રદીપ કોઈ પણ જાતના પસ્તાવા વગર અત્યંત તોછડાઈથી જવાબ આપતો સંભળાય છે. જ્યારે જનકભાઈએ સંસ્થામાં આવતા દાન અને ચીજવસ્તુઓનો હવાલો આપીને પોતાના હકના પૈસા માંગ્યા, ત્યારે પ્રદીપે ઉદ્ધત સૂરે સ્પષ્ટ કર્યું હતું કે દાનની વસ્તુઓ માત્ર સંસ્થા માટે છે અને જ્યાં સુધી પ્લોટ નહીં વેચાય ત્યાં સુધી એક પણ રૂપિયો પરત મળશે નહીં. 

વાતચીત જેમ-જેમ આગળ વધે છે તેમ પ્રદીપ પોતાનો સંયમ ગુમાવીને ધમકીભર્યા અંદાજમાં જણાવે છે કે, "તમારાથી થાય તે કરી લો, કોર્ટમાં જવું હોય કે આંદોલન કરવું હોય, પૈસા તો મારી મરજી મુજબ પ્લોટ વેચાયા પછી જ મળશે." આ ઓડિયો ક્લિપમાં પ્રદીપનો અહંકાર અને કાયદા પ્રત્યેની બેદરકારી સાફ ઝળકે છે, જેના કારણે છેતરાયેલા સાધકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.