April 1, 2026
ક્રાઈમ

સાવધાન! ફોરેક્સ ટ્રેડિંગમાં નફાની લાલચ પડી શકે છે ભારે : સુરત પોલીસે છેતરપીંડીના નેટવર્કનો પર્દાફાશ કર્યો, રોકાણકારે લખો રૂપિયા ગુમાવ્યા, એક આરોપી ઝડપાયો... 

03:54:00 PM
Save
Mar 20, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સાવધાન! ફોરેક્સ ટ્રેડિંગમાં નફાની લાલચ પડી શકે છે ભારે :</strong></span> સુરત પોલીસે છેતરપીંડીના નેટવર્કનો પર્દાફાશ કર્યો, રોકાણકારે લખો રૂપિયા ગુમાવ્યા, એક આરોપી ઝડપાયો... </p>

સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ સર્વેલન્સ અને સચોટ બાતમીના આધારે એક મોટા આંતરરાષ્ટ્રીય સ્તરના છેતરપીંડીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

સાયબર ક્રાઇમના DCP બીશાખા જૈન

સાયબર ક્રાઇમના DCP બીશાખા જૈને આ મામલે વધુ વિગતો આપતા જણાવ્યું હતું ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરી ટૂંકા સમયમાં માતબર વળતર મેળવવાની લાલચમાં સુરતના એક શ્રદ્ધાળુ રોકાણકારે અંદાજે 56.92 લાખ રૂપિયા ગુમાવ્યા હતા.

આ મામલે પોલીસે ઊંડી તપાસ હાથ ધરી વડોદરાથી 38 વર્ષીય સોમપુરી ઉર્ફે કિશનપુરી ગોસ્વામી નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ BOTALPHA.ME નામની વેબસાઈટના માધ્યમથી લોકોને જાળમાં ફસાવ્યા હતા અને મહિને 5 થી 6 ટકા જેટલા ઉંચા નફાની લાલચ આપી ટુકડે-ટુકડે લાખો રૂપિયા અલગ-અલગ બેંક ખાતાઓમાં જમા કરાવી છેતરપીંડી આચરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર લવીશ ચૌધરી હાલ દુબઈમાં બેસીને આખું નેટવર્ક ચલાવી રહ્યો છે. પકડાયેલ આરોપી સોમપુરી ગોસ્વામી આ ગેંગમાં મહત્વની ભૂમિકા ભજવતો હતો અને રોકાણ કરાયેલી રકમ પર 10 ટકા જેટલું કમિશન મેળવી દર મહિને આશરે 1.5 લાખ રૂપિયાની કમાણી કરતો હતો. આ ગેંગ એટલી સક્રિય હતી કે આરોપી સોમપુરીએ અત્યાર સુધીમાં દુબઈ અને બેંકોક સહિત કુલ 18 વખત વિદેશ પ્રવાસ ખેડ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. આ ગેંગમાં દીપક ગોસ્વામી નામના અન્ય એક શખ્સનું નામ પણ સામે આવ્યું છે, જેની શોધખોળ હાલ તેજ કરવામાં આવી છે.

આ છેતરપીંડીનો વ્યાપ માત્ર સુરત પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની કડીઓ દેશભરમાં ફેલાયેલી છે. જે બેંક ખાતાઓમાં ભોગ બનનારના નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, તે જ ખાતાઓ વિરુદ્ધ દેશભરના વિવિધ પોલીસ મથકોમાં કુલ 50 જેટલી ફરિયાદો નોંધાયેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર નેટવર્ક દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 10 કરોડ 02 લાખ 76 હજાર 635 રૂપિયાની માતબર રકમની છેતરપીંડી કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. ભારતીય ન્યાય સંહિતા 2023 અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને મુખ્ય સૂત્રધાર સહિત અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.