April 8, 2026
ગુજરાત

ઉર્જા ભૂમિના નિર્માણ માટે જૈન સમાજની ઉદારતા : સુરતના ગોપીપુરામાં જૈન સમાજ દ્વારા કરોડોનું દાન, મહિલાઓએ સોનાના ઘરેણાં અર્પણ કર્યા

09:23:00 AM
Save
Apr 8, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ઉર્જા ભૂમિના નિર્માણ માટે જૈન સમાજની ઉદારતા :</strong></span> સુરતના ગોપીપુરામાં જૈન સમાજ દ્વારા કરોડોનું દાન, <strong>મહિલાઓએ સોનાના ઘરેણાં અર્પણ કર્યા</strong></p>

સુરતનું ગોપીપુરા વિસ્તાર હંમેશાથી જૈન ધર્મનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ તાજેતરમાં જ અહીં જે દ્રશ્યો જોવા મળ્યા તેણે આખા શહેરને સ્તબ્ધ કરી દીધું છે. ગોપીપુરાની અસલ ભવ્યતા પરત લાવવા અને 'ઉર્જા ભૂમિ'ના નિર્માણ માટે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં દાનનો એવો પ્રવાહ વહ્યો કે બે કલાકમાં જ કરોડો રૂપિયાની સહાય એકત્રિત થઈ ગઈ હતી. બે દિવસ પૂર્વે યોજાયેલા આ ભવ્ય મહોત્સવમાં અંદાજે 15,000થી વધુ શ્રાવક અને શ્રાવિકાઓની મેદની ઉમટી પડી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ જૈન સંસ્કૃતિના વારસાને સાચવવાનો અને આવનારી પેઢી માટે એક નવી ઉર્જાનું કેન્દ્ર ઊભું કરવાનો હતો. શ્રદ્ધાળુઓના ઉત્સાહને કારણે આ આખું આયોજન એક ઐતિહાસિક પ્રસંગમાં પરિવર્તિત થઈ ગયું હતું. ઉર્જા ભૂમિના ઉદ્ઘાટન માટે શ્રાવકો અને શ્રાવીકાઓએ કર્યુ હતું દાન.

મહિલા શ્રાવિકાઓનું અનોખું સમર્પણ અને સોનાના અલંકારોનું દાન
આ કાર્યક્રમની સૌથી વધુ સ્પર્શી જાય તેવી બાબત એ રહી કે દાન આપવામાં મહિલાઓ એટલે કે શ્રાવિકાઓ સૌથી મોખરે રહી હતી. જ્યારે સંસ્કૃતિના જતન માટે દાનની અપીલ કરવામાં આવી, ત્યારે હજારોની સંખ્યામાં મહિલાઓ કોઈ પણ ખચકાટ વિના હસતા મોઢે સ્ટેજ તરફ આગળ આવી હતી. પોતાની પ્રિય એવી સોનાની ચેન, બંગડીઓ, કાનની બુટ્ટીઓ અને હીરાજડિત વીંટીઓ ઉતારીને 'ઉર્જા ભૂમિ'ના નિર્માણ માટે અર્પણ કરી દીધી હતી. ધર્મ પ્રત્યેની આ અતૂટ આસ્થા જોઈને ઉપસ્થિત સૌ કોઈ ગદગદિત થઈ ગયા હતા. માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં જ કરોડોની કિંમતનું સોનું અને રોકડ રકમ એકત્રિત કરવામાં આવી હતી, જે જૈન સમાજની ઉદારતા અને એકતાનો જીવંત પુરાવો પૂરો પાડે છે.

ગોપીપુરાની ભવ્યતા પુનઃસ્થાપિત કરવાનો મક્કમ નિર્ધાર
ગોપીપુરા વિસ્તાર જે એક સમયે જૈન ધર્મની પ્રવૃત્તિઓથી ધમધમતો હતો, તેને ફરીથી તે જ જૂની અને દિવ્ય આભા આપવા માટે 'ઉર્જા ભૂમિ' પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના ઉદ્ઘાટન પ્રસંગે સમગ્ર સુરતભરમાંથી જૈન ભક્તો ઉમટી પડ્યા હતા. 15 હજારથી વધુ લોકોની હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ આર્થિક ઉદારતા માત્ર નાણાકીય દાન નથી, પરંતુ જૈન ધર્મની પરંપરા અને સંસ્કારોને જીવંત રાખવા માટેનું એક પવિત્ર પગલું છે. સુરતના ઇતિહાસમાં ગોપીપુરાનો આ પ્રસંગ યાદ રહેશે, કારણ કે અહીં ભૌતિક સંપત્તિ કરતા ધાર્મિક શ્રદ્ધાનો વિજય થયો છે.