April 5, 2026
ક્રાઈમ

ગઠિયાની કરામત:સુરતના કર્મેશ્વર શોપિંગ સેન્ટર બહારથી માત્ર 5 મિનિટમાં લાખોની રોકડ ભરેલી બેગની લૂંટ!

10:41:00 AM
Save
Apr 5, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ગઠિયાની કરામત:</strong></span>સુરતના કર્મેશ્વર શોપિંગ સેન્ટર બહારથી માત્ર 5 મિનિટમાં લાખોની રોકડ ભરેલી બેગની લૂંટ!</p>

સુરત શહેરના કામરેજ વિસ્તારમાં ધોળે દિવસે ચોરીની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. કામરેજના વ્યસ્ત એવા કર્મેશ્વર શોપિંગ સેન્ટરની બહાર પાર્ક કરેલી એક કારને નિશાન બનાવી અજાણ્યો ગઠિયો માત્ર 5 મિનિટમાં ₹1 લાખની રોકડ ભરેલી બેગ ચોરીને ફરાર થઈ ગયો છે. આ સમગ્ર મામલે કામરેજ પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદીએ પોતાની કાર કર્મેશ્વર શોપિંગ સેન્ટરની બહાર પાર્ક કરી હતી. આ દરમિયાન એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો અને કારમાં પડેલી રોકડ ભરેલી બેગ જોઈને લલચાયો હતો.

ગઠિયાએ આજુબાજુ કોઈ જોઈ રહ્યું નથી તેની ખાતરી કરી પથ્થર વડે કારનો કાચ તોડી નાખ્યો હતો અને કારમાં રાખેલા ₹1,00,000 રોકડ ભરેલી બેગ લઈને પલવારમાં રફુચક્કર થઈ ગયો હતો. ચોંકાવનારી વાત એ છે કે, કાર ચાલક ગાડી પાર્ક કરીને કામ અર્થે ગયો અને પરત આવ્યો તે વચ્ચેના માત્ર 5 મિનિટના ગાળામાં જ તસ્કરે આ ચોરીને અંજામ આપ્યો હતો. ગઠિયો એટલો રીઢો હતો કે તેણે ખૂબ જ ઝડપથી પથ્થર વડે કાચ તોડીને પોતાની કરામત બતાવી હતી.

આ સમગ્ર ચોરીની ઘટના શોપિંગ સેન્ટરની બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે આરોપી પથ્થરનો ઉપયોગ કરીને કાચ તોડે છે અને બેગ લઈને ભાગી જાય છે. આ CCTV ફૂટેજ હવે પોલીસ માટે મહત્વનો પુરાવો સાબિત થશે. ઘટના અંગેની જાણ થતાં જ કામરેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે.

હાલમાં પોલીસે CCTV ફૂટેજ કબજે કરીને આરોપીની ઓળખ કરવા અને તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.સુરત પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે પોતાની કારમાં કિંમતી સામાન કે રોકડ રકમ મૂકીને ક્યાંય પણ જવું નહીં અને સુરક્ષા બાબતે પૂરતી તકેદારી રાખવી.