April 2, 2026
ગુજરાત

સુરત કામરેજમાં જે.બી. ઇન્ડસ્ટ્રીઝ પાસે દારૂનો અડ્ડો પકડાતા હોબાળો, 'આપ' દ્વારા દારૂનો કરાયો નાશ...

01:49:00 PM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરત કામરેજમાં જે.બી. ઇન્ડસ્ટ્રીઝ પાસે દારૂનો અડ્ડો પકડાતા હોબાળો, </strong>'</span>આપ' દ્વારા દારૂનો કરાયો નાશ...</p>

સુરતના કામરેજ વિસ્તારમાં દારૂબંધીના લીરેલીરા ઉડતી એક ઘટના સામે આવી છે, જેમાં પોલીસની નિષ્ક્રિયતા સામે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ લાલઆંખ કરી છે. કામરેજની જે.બી. ઇન્ડસ્ટ્રીઝ પાસે ધમધમતા દેશી દારૂના અડ્ડા પર 'આપ'ના કાર્યકરોએ અચાનક 'જનતા રેડ' પાડીને ખળભળાટ મચાવી દીધો હતો. મળતી માહિતી મુજબ, સ્થાનિક રહીશોની વારંવારની ફરિયાદો છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા અંતે રાજકીય કાર્યકરોએ મેદાનમાં આવવું પડ્યું હતું. આ દરોડા દરમિયાન અડ્ડા પરથી દેશી દારૂના મોટી માત્રામાં પોટલાઓ મળી આવ્યા હતા, જેનો કાર્યકરોએ રોડ પર જ નાશ કરીને દારૂબંધીના અમલ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

આ ઓપરેશન દરમિયાન 'આપ'ના કાર્યકરો અત્યંત આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે ઘટનાસ્થળેથી મળી આવેલા દારૂના જથ્થાને જાહેરમાં ફેંકી દઈને નષ્ટ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરીને તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોનો આક્ષેપ છે કે જે.બી. ઇન્ડસ્ટ્રીઝ જેવા ઔદ્યોગિક વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, જે સ્થાનિક કામદારો અને યુવાધનને બરબાદ કરી રહ્યો છે. આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો હોવા છતાં પોલીસ કેમ અજાણ છે? તેવા આક્ષેપો થઈ રહ્યાં છે. 

આ ઘટનાને પગલે સમગ્ર કામરેજ પંથકમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.  હાલમાં આ રેડના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દારૂના પોટલાઓનો નાશ કરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે.